Site icon Revoi.in

ફરી અનુપમા એ બાજી મારી – અનુપમા સીરિય TRP માં નંબર 1 પર જોવા મળી

Social Share

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ અનુપમા હંમેશાટીઆરપી મામલે મોખરે જોવા મળે છે…ગુજરાતી પરિવારની આ ધારાવાહિક ઘર ઘર માં જાણીતી બની છે..અનુપમા નાં રોલ માં રૂપાલી ગાંગુલીએ એક આગવી ઓળખ બનાવી છે …રૂપાલી હવે અનુપમા નાં નામથી ફેમસ બની છે. અનુપમા સિરિયલ માં હાલ પાખી અને અધિક નાં લગ્ન જીવનમાં ચાલી રહેલી ખટાશ બતાવવામાં આવી રહી છે …તો સાથે જ ડિમ્પી નું નવું પાત્ર પણ વખણાઈ રહ્યું છે…એટલે જ 49 માં TRP નાં લીસ્ટ ફરી એક વખત આ સિરિયલ નંબર 1 પર રહી છે..

વર્ષ નાં 49મા સપ્તાહ માટે ટીઆરપી લિસ્ટ જાહેર કરતી વખતે, BARC ઈન્ડિયાએ જણાવ્યું છે કે ગયા અઠવાડિયે કઈ સિરિયલને દર્શકો તરફથી સૌથી વધુ પ્રેમ મળ્યો છે. દર વખતની જેમ આ અઠવાડિયે પણ ‘અનુપમા’ નંબર વન પર કબજો કરી રહી છે, પરંતુ ‘પંડ્યા સ્ટોર’ તેના સ્થાને કૂદકો મારવાને કારણે ઘણી સિરિયલો માટે મુશ્કેલી ઊભી કરી છે.

અનુપમા’ ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ બની ગઈ છે. આ સીરિયલ લાંબા સમય સુધી ટીઆરપી ચાર્ટમાં નંબર વન પર રહી. જો કે, ગયા અઠવાડિયે તેના રેટિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે તે પ્રથમ સ્થાનથી બીજા નંબર પર આવી ગયું હતું. પરંતુ તે ફરી એકવાર તેનું સ્થાન પાછું મેળવ્યું છે. રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્ના સ્ટારર ‘અનુપમા’ ટીઆરપી લિસ્ટમાં રાજ કરી રહી છે. . આ અઠવાડિયે ‘અનુપમા’ને 2.7 મિલિયન વ્યુઅરશિપ ઇમ્પ્રેશન મળી છે.