Site icon Revoi.in

અર્જુન રામપાલનો નવો લૂક આવ્યો સામે, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

Social Share

દિલ્હીઃ બોલીવુડના અભિનેતા અર્જુન રામાપલને પોતાની હાલત એવી બનાવી દીધી કે, જેને જોઈને પ્રશંસકો પણ ચોંકી ઉઠ્યાં છે. તેમણે પોતાનો લુક એવો બદલી નાખ્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેમણે પ્લેટિનમ બ્લોંડ હેયર કરાવ્યાં છે. અર્જુન રામપાલે બદલેના લુકના કારણે પ્રશંશકો પણ તેમને ઓળખી શકતા નથી.

હિન્દી ફિલ્મના અભિનેતા અર્જુન રામપાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ આવ્યો છે. જેને જોઈને પ્રશંસકો ચોંકી ઉઠ્યાં છે. કેટલાક લોકો તો અભિનેતાનો વીડિયો જોઈને વીકનેસ આવી હોવાનું અને ઘરડા થઈ ગયા હોવાનું કહી કર્યાં છે. જ્યારે કેટલાક પ્રશંશકો તેમના આ નવા લુકને હોલીવુડ઼ના સ્ટાર સાથે સરખાવી રહ્યાં છે. અભિનેતાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓમ શાંતિ ઓમ સહિત અનેક ફિલ્મોમાં અભિનય કરનારા અભિનેતા અર્જુન રામપાલ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. તેમજ પોતાની ગર્લફેન્ડ અને દીકરાના ફોટો શેર કરતા હોય છે.

(તસવીરઃ ફેસબુક)

Exit mobile version