Site icon Revoi.in

અગ્નિ શામક વિરાંગના – રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના મહિલા અગ્નિશામકોની પ્રથમ બેચ નું સન્માન

Social Share

દિલ્હી : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા મહિલાઓ માટેના ફાયર ફાઈટર સર્ટિફિકેટ કોર્સ ની પ્રથમ બેચ ના ૪૫ મહિલા અગ્નિશામકોને સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કરવા બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કોર્સ સંપૂર્ણપણે RRU દ્વારા પ્રાયોજિત હતો. 45 મહિલા સહભાગીઓએ દેશના વિવિધ રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ગુજરાત, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાંથી કોર્સ માં પ્રવેશ મેળવ્યો હતો.

આ બહાદુર મહિલાઓ પસંદગી પ્રક્રિયા દરમિયાન સખત શારીરિક મૂલ્યાંકન તથા ઇન્ટરવ્યૂ માંથી પસાર થઇ હતી. કોર્સ ની તાલીમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાયર, સેફ્ટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટડીઝ (IFDSMS) માં આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને ઔદ્યોગિક તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં જોડાણમાં તૈનાત કરીને ફાયર સર્વિસીસમાં કામ કરવાનો વાસ્તવિક અનુભવ પણ આપવામાં આવ્યો હતો.

વિક્રમ માહુરકર- IFSDMS પ્રમુખની હાજરીમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ) બિમલ એન. પટેલ દ્વારા મહિલા અગ્નિશામકને પ્રમાણપત્રો એનાયત કરવાં માં આવ્યા હતા. વાઈસ ચાન્સેલર અટેચમેન્ટ દરમિયાન મહિલા અગ્નિશામકોની શકિતશાળી કામગીરીથી જેમકે ઊંચાઈ પરથી આત્મઘાતી પ્રયાસ કરતી મહિલા ને સુરક્ષિત બચાવી તથા ગેસ સિલિન્ડર થી લગતી આગ ને કાબુ માં કરી જાન/માલ ની હાનિ અટકાવવા જેવા કાર્યો થી અભિભૂત થયા હતા.

તેમણે નિવેદન આપતા કહ્યું કે આ મહિલાઓ ફક્ત અગ્નિશામકજ નથી, તેઓ “અગ્નિ શામક વિરાંગના” છે જે પુરુષોની જેમ જ ફાયર સર્વિસમાં બહાદુરી થી કામ કરી શકે છે. તેમણે મહિલા અગ્નિશામકોને તેમની નોકરીઓ અંગે નિશ્ચિંત રહેવા કહી વિશ્વાસ અપાવ્યો કે પ્લેસમેન્ટ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આર.આર.યુ દ્વારા કરવામાં આવશે. વાઇસ ચાન્સેલરે આગ અને સલામતી ક્ષેત્રે આર.આર.યુમાં આ પ્રકારના વધુને વધુ અભ્યાસક્રમો અને તાલીમો યોજવાનું વિઝન પણ દર્શાવ્યું હતું.