Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં શેરડીના પાકમાં જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગ સામે કૃષિ નિષ્ણાતોની ચેતવણી

Social Share

સુરતઃ રાજ્યમાં કૃષિક્ષેત્રે રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ ચિંતાજનકરીતે વધી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતની એક ઘટનાથી કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂત આગેવાનોની ચિંતા વધી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરવામાં આવે છે. પરંતુ ખેડૂતો જમીનમાં વરાપ આવે એ પહેલા,વહેલી રોપણી અને વહેલી કાપણીના ચક્કરમાં ખેડૂતો શેરડીની રોપણી કરતા હોય છે અને ત્યારબાદ ખેતરમાં મોટા પ્રમાણમાં ઘાસ ઉગી નીકળતું હોય છે.અને આ નિદામણ દુર કરવા ખેડૂતો મોટા પ્રમાણમાં જંતુનશક દવાનો છંટકાવ કરતા હોય છે. જેના કારણે સજીવ જમીન નિર્જીવ બની રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એક તરફ કૃષિ વૈજ્ઞાનિકો દક્ષિણ ગુજરાતમાં શેરડી બનાવતા ખેડૂતોને ખેતરમાં ખાતર આડેધડ નહિ નાંખવા વારંવાર ખેડૂત શિબિરમાં કહેતા હોય છે. પરંતુ ખેડૂતો સારું ઉત્પાદન મળે એ માટે સતત ખાતર નાંખતા હોય છે. જમીનમાં ખાતર  અને પાણી નાંખવાનું ચોક્કસ માપ હોય છે. પણ ખેડૂતો ખેતરમાં વરાપ આવે એ પહેલા વહેલી રોપણી અને વહેલી કાપણી કરવાના ચક્કરમાં આડેધડ શેરડી વાવી દેતા હોય છે. અને થોડા સમયમાં મોટા પ્રમાણમાં ઘાસ ઉગી નીકળે છે. આ નિંદામણ દુર કરવા જંતુનાશક દવાનો પણ આડેધડ ઉપયોગ કરતા હોય છે. જેના કારણે સજીવ જમીન હવે ખરાબ થઇ રહી છે. જેના કારણે કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂત આગેવાનો ખેડૂતોને ચેતવી રહ્યા છે. આ વિશે કૃષિ યુનિર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે,  દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ શેરડીનું વાવેતર ઓક્ટોબર માસમાં કરવુ જોઈએ. જેથી શેરડીનો સારો વિકાસ અને વધુ ઉત્પાદન મેળવી શકાય. પણ ખેડુતો તેવુ કરતા નથી. જે રીતે વરસાદમાં રોપાય છે તેને કારણે જમીન ચિપક થઈ જાય છે, બગડી જાય છે. જેથી શેરડીના મૂળનો વિકાસ બરાબર થતો નથી. તેની અસર ઉત્પાદન પર પડે છે. સાથે જ ખેડૂતો જે પેસ્ટીસાઈડ્સ વાપરે છે તેનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ.

Exit mobile version