Site icon Revoi.in

પીએમ મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત પહેલા સિડનીના એક મંદિરમાં તોડફોડની ઘટના, મંદિર બહાર ખાલિસ્તાની ધ્વજ લહેરાવાયો

Social Share

દિલ્હીઃ- દેશની બહાર પણ હવે હિંદુ ઘર્મના મંદિરો મોટા પ્રમાણમાં સ્થાપિત થઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં મોટા ભાગના ભારતીયો વસતા હોવાથઈ અહી અનેક સંપ્રદાયના મંદિરો આવેલા છએ,ત્યારે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરીને હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છએ.

જાણકારી અનુસાર પીએમ મોદી 23 મેના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીની મુલાકાતે જઈ રહ્યા છે તેમની આ મુલાકાતને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સિડની ખાતે આવેલા મંદિરમાં ખઆલિસ્તાનીઓ દ્રારા હુમલાની ઘટના સામે આવી છે.બીજી તરફ પીએમ મોદીના આગમનને લઈને સિડનીની સરકાર સમગ્ર તૈયારીઓમાં લાગી છે ત્યારે અસાજીક તત્વો દ્રાર મંદિરમાં તોડફોડ કરી શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થયો છે.

ખાલિસ્તાની સમર્થકોએ પશ્ચિમી સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં આ અગાઉ પણ તોડફોડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાન સમર્થકોએ આજરોજ  શુક્રવારે સવારે બીપીએસ સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો અને ભારે તોડફોડ કરી છે. આ સાથે મંદિરના ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો પણ ફરકાવવામાં આવ્યો હતો તેના પરથઈ એ વાત સાફ છે કે આ હુમલો ખાલિસ્તાનીઓ દ્રારા કરાયો છે.

ઓસ્ટ્રેલિયાના મીડિયા એહેવાલ મુજબ શુક્રવારે સવારે પશ્ચિમ સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરની આગળની દિવાલ પર “મોદીને આતંકવાદી જાહેર કરો” મેસેજ સાથે સ્પ્રે પેઇન્ટ પણ કરવામાં આવી હતી. મંદિરમાં આવેલા ભક્તોએ જણાવ્યું કે જ્યારે તેઓ અહી દર્શન કરવા વહેલી સવારે આવ્યા ત્યારે દિવાલ પણ તેમણે મોદી વિરુદ્ધનું આ લખાણ જોયું. ત્યાર બાદ પોલીસ અધિકારીઓએ મંદિરની મુલાકાત લીધી હતી અને તેમને હુમલાના સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં લગભગ બે મહિનાની ખાલિસ્તાની ગતિવિધિઓ બાદ આ ઘટના બની છે. માર્ચમાં, બ્રિસ્બેનમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની બાઉન્ડ્રી વોલ તોડવામાં આવી હતી. આ સહીત આ અગાઉ મંદિરના પૂજારીઓને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવવા માટે ધમકીભર્યા કોલ મળ્યા હતા.

ભારતે વારંવાર ઓસ્ટ્રેલિયન સરકાર સાથે સખત વિરોધ નોંધાવ્યો છે અને તેને ઝડપથી કાર્યવાહી કરવા અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જણાવ્યું છે. તે જ સમયે, આ વર્ષે તેમની ભારત મુલાકાત દરમિયાન, વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે મોદીને કડક કાર્યવાહીનું આશ્વાસન આપતાં કહ્યું હતું કે ભારતીય સમુદાયની સુરક્ષા તેમની સરકારની પ્રાથમિકતા છે. આ સાથે જ પીએમ મોદીની મુલાકાત પહેલા મોદી પર આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવતા હવે સિડનીની પોલીસ એક્શનમાં આવી છે અને આમ કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

 

Exit mobile version