Site icon Revoi.in

અમદાવાદઃ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે લગ્નપ્રસંગ્રવાળા પરિવારોની મદદ આવ્યું AMC

Social Share

અમદાવાદઃ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે લગ્નપ્રસંગ્રવાળા પરિવારોની મદદ આવ્યું AMCઅમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે સંક્રમણને વધારે ફેલતુ અટકાવવા માટે મહત્વના નિર્ણય લેવાયાં છે. સરકારની ગાઈડલાઈન અનુસાર લગ્ન પ્રસંગ્ર તથા અન્ય મેળાવડામાં 150 વ્યક્તિઓને ઉપસ્થિત રહેવાની છૂટ આપવામાં આવી છે. જેથી લગ્નપ્રસંગ્રવાળા પરિવારની મુશ્કેલી વધી છે. તેમજ કેટલાક પરિવારો લગ્ન મોકુફ રાખવાનું વિચારી રહ્યાં છે. દરમિયાન અમદાવાદમાં કોર્પોરેશન દ્રારા મનપા સંચાલિક હોલ-પાર્ટી પ્લોટમાં લગ્નનું બુકીંગ રદ કરાવનારને 95 ટકા રિફન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશને કોરોનાની પરીસ્થિતિમાં લગ્ન પ્રસંગ માટે હોલનું બૂકિંગ કેન્સલ કરાવી દેનારા લોકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC સંચાલિત હોલ અને પાર્ટી પ્લોટમાં જેમણે બુકિંગ કરાવ્યું છે તેમને 95 ટકા રકમ પરત આપવાનો નિર્ણય કર્યો છે

રાજ્યમાં સરકારની નવી ગાઈડલાઈન અનુસાર હવે લગ્ન પ્રસંગોમાં માત્ર 150 લોકોને બોલાવવાની છુટ છે. જેથી ધામ ધૂમથી લગ્ન કરવાની ઈચ્છા ધરાવનાર કે અન્ય કારણોસર લોકો લગ્ન હાલ પુરતા મોકુફ રાખી રહ્યા છે. લગ્ન કેન્સલ થતા દીકરી કે દીકરાના માતા-પિતાને મોટુ નુકસાન ન થાય તે માટે AMCએ મનપા સંચાલિત હોલ અને પાર્ટી પ્લોટમાં જેમણે બૂકિંગ કરાવ્યું છે તેમને 95 ટકા રકમ પરત આપવાનો નિર્ણય AMCએ કર્યો છે.