1. Home
  2. Tag "amdavad"

અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મનપાએ ખાસ ઝુંબેશ શરૂ કરી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ અને પ્રદૂષણ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા જરૂરી કડક પગલા લેવામાં આવશે. તેના અંતર્ગત અમદાવાદમાં ઘર દીઠ બે કાપડની થેલી આપવા માટે 11.81 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી રૂપિયા 11.81 કરોડના ખર્ચથી ખરીદીને […]

અમદાવાદમાં સવારે પતંગોનો ઠંડો માહોલ રહ્યા બાદ બપોરે પતંગબાજો વચ્ચે જામ્યું આકાશી યુદ્ધ

• પવન સારો રહેતા પતંગબાજોને મોજ પડી ગઈ • સવારના સમયમાં ઠંડીને લીધે આકાશમાં પતંગો ઓછા જોવા મળ્યા • એરપોર્ટ રન-વેથી પતંગ-દોરી હટાવવા ખાસ ટીમ બનાવાઈ અમદાવાદઃ રાજ્યભરમાં આજે ઉત્તરાણનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતું. સવારે ઠંડી અને ભારે પવનને લીધે આકાશમાં પતંગો ઓછી જોવા મળી હતી પણ બપોર થતાં જ આકાશમાં રંગબેરંગી પતંગોનો નજારો […]

AMTSનું વર્ષ 2025-26નું બજેટ, બસના ધાર્મિક અને ખાસ વર્ધીના ભાડામાં વધારો સુચવાયો

• ડેઈલી ટિકિટ પાસ મોબાઈલ એપથી ઉપલબ્ધ બનશે • એએમટીએસના કાફલામાં નવી 120 બસ ઉમેરાશે • એએમટીએસનું કુલ દેવું 4620.77 કરોડે પહોંચ્યું અમદાવાદઃ શહેરજનો માટેની પરિવહન સેવા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપાર્ટ સર્વિસ (એએમટીએસ)ના ટ્રાન્સપોર્ટ મેનેજરે 2025-26ના વર્ષ માટે રૂ.682 કરોડનું બજેટ રજૂ કર્યું હતુ. નવા બજેટમાં આરટીઓ નજીક એએમટીએસ મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી […]

 અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 11.50 લાખથી વધારે દર્દીઓની OPD માં તપાસ કરાઈ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ સુવિધાઓ તેમજ ઉત્તમ સારવારના પરિણામે એશિયાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલ એવી અમદાવાદ સિવિલ વર્ષ 2024માં પણ લાખો ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં 11.50 લાખથી વધારે દર્દીઓની OPD, માં તપાસ કરવામાં આવી છે, જેમાંથી એક લાખ કરતા વધારે દર્દીઓને દાખલ કરી IPD દર્દી તરીકે સારવાર […]

AMCની મુખ્ય કચેરી તથા અન્ય મિલકતોના લાઈટ બીલ મામલે વિપક્ષના સત્તાપક્ષ ઉપર આકરા પ્રહાર

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા દર વર્ષે મુખ્ય કચેરી, વિવિધ ઝોનલ કચેરીઓ, સબ ઝોનલ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર અને સ્ટ્રીટ લાઈટ બીલ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોલાર સિસ્ટમને પ્રાધાન્ય આપીને પર્યાવરણને બચાવવા સૂચનો આપવામાં આવે છે. પરંતુ મનપાના સત્તાધીશોને પીએમની સૂચનનો અમલ કરવામાં કોઈ રસ નહીં હોવાનો વિપક્ષી […]

I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ સપનાઓને સાકાર કરવાનો મંચ : ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ-સપનાઓને સાકાર કરવાનો મંચ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દાયકા પૂર્વે રિસર્ચ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે વાવેલું બીજ આજે I-Create રૂપે વટવૃક્ષ બન્યું છે.   મંત્રીએ કહ્યું કે, દેશના જન સામાન્યને ઉપયોગી થાય એવા સંશોધનો […]

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ

અમદાવાદઃ ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે  મેટ્રો રેલના બીજા તબક્કાના […]

જો માનસિક સ્વાસ્થ્ય સારું રહે તો તે જીવનમાં પરમસુખની પ્રાપ્તી બરાબર

અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં દર બુધવારે અભ્યાસ તથા જ્ઞાન ઉપયોગી પ્રવૃત્તિઓ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમની આંતરીક કળા ને બહાર લાવી શકે તેવા કાર્યક્રમો થતાં રહે છે જેમાં આ બુધવારે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વિષય ઉપર ડીબેટ રાખવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે મધરહૂડ ફાઉંડેશનના પ્રખ્યાત મનોચિકિત્સક બિજલ પંડ્યા ને આમંત્રિત કરવામાં આવ્યાં […]

અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક મોલમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એક મોલમાં આગની ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. મોલમાં સિરામિકના શો-રૂમમાં શોર્ટ સરકીટથી આગ લાગી હોવાનું જાણવા મળે છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ઈમારતમાં કેટલીક હોટલો અને જાણીતી કંપનીઓની ઓફિસ આવેલી છે. દરમિયાન એક શો-રૂમમાં આગની ઘટના […]

એનઆઇએમસીજેની નવી બેચને સિનિયર વિદ્યાર્થીઓએ અનોખી રીતે આવકારી

અમદાવાદ: સામાન્ય રીતે કોલેજમાં પ્રથમ દિવસે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે યોજાતા સ્વાગત સમારોહમાં મહાનુભાવોના વક્તવ્ય થતા હોય છે.પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ (એનઆઇએમસીજે) માં સિનિયર વિદ્યાર્થીઓએ બીએજેએમસી અને  એમએજેએમસીમાં પ્રવેશ મેળવનારા નવા વિદ્યાર્થીઓને અનોખા ઉત્સાહથી,નવા અભિગમ સાથે આવકાર્યા હતા. આગામી વર્ષોમાં આ વિદ્યાર્થીઓ મીડિયાના જે મહત્વના પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, માર્કેટિંગ કમ્યુનિકેશન, ડિજિટલ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code