Site icon Revoi.in

અમદાવાદઃ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નવા રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે

Social Share

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રામાં શ્રદ્ધાળુઓ આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજી સાથે નવા રથમાં નગરચર્યાએ નીકળશે. હાલ ત્રણેય રથ બનાવવાની કામગીરી તેજીથી ચાલી રહી છે. ભગવાનના નવા રથનું 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમજ વિવિધ થીમ આધારિત રથ તૈયાર કરાયા છે. સાગ અને સીસમના લાકડાથી રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

શહેરના જગન્નાથજી મંદિર આવેલા સંકુલમાં હાલ રથ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભગવાનના ત્રણેય રથનું માત્ર કલર કામ જ બાકી રહ્યું છે.  દરરોજ 10 કલાક કામ કરીને રથ તૈયાર કરાયા છે. પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે રથ બનાવવામાં આવ્યો છે. ભગવાનના રથમાં દેવી-દેવતા અને  સુદર્શન ચક્રની થીમ તૈયાર કરવામાં આવી છે.  શુભદ્રાજીનો રથમાં લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ છે જ્યારે બળભદ્રજીનો રથ ચાર અશ્વની થીમ પર તૈયાર કરાયો છે.

146મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભગવાનના નવા રથ બનાવવાનો કામ મોટા ભાગે પૂર્ણ થઈ ગયો છે. વિવિધ થીમ આધારિત રથ તૈયાર કરાયા છે. તેમજ સાગ અને સીસમના લાકડાથી રથ બનાવવામાં આવ્યો છે. ભગવાનના ત્રણેય રથનું માત્ર રંગ રોગણ બાકી રહ્યું છે. દરરોજ દસ કલાક જેટલો સમય કામ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ રથ પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે બનાવાયા છે. જગન્નાથ ભગવાનના રથની થીમ દેવી-દેવતા અને સુદર્શન ચક્રમાંથી બનાવવામાં આવ્યો છે. શુભદ્રાજીનો રથ લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવાયો છે. બળભદ્રજીનો  રથ ચાર અશ્વની થીમ પર બનાવાયો છે. આમ ભગવાનની રથયાત્રાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.