Site icon Revoi.in

અમદાવાદઃ ગુનેગારોને ઝડપી લેવા માટે પોલીસ હવે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં વ્યાજખોરો અને અસામાજીકતત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબુત બનાવવામાં આવી છે. હવે રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં ગુનેગારોને ઝડપી લેવા માટે હવે પોલીસ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. બે પોલીસ અધિકારીઓએ દેશની પ્રથમ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ખાસ તાલીમ લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં પહેલી વખત અમદાવાદ શહેર પોલીસે ડીજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવ્યું છે અને હવે શહેર પોલીસ ડ્રોનથી વોચ રાખી ગુનેગારો પકડશે. આ ડ્રોન માટે તાલીમબદ્ધ પોલીસ કર્મીઓ છે. જેઓએ ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેઇનિંગ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે લીધી છે. જેથી ડ્રોન તેના પ્રકાર, તેનો ઉપયોગ અને ડ્રોનની તાલિમ આપવા માટે પણ માન્ય ગણાય છે. આગામી દિવસોમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનના પાંચ-પાંચ પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આપવામાં આવશે.

શહેરમાં સિંધુભવન,એસ. જી હાઇવે સહિતના વિસ્તારોમાં આવેલા કેફેમાં ડ્રગ્સ સહિતના નશીલા પ્રદાર્થના દુષણને ડામવા પોલીસે અભિયાન શરૂ કર્યું છે. શહેર પોલીસ કમિશનર કહેવું છે કે વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસ ડ્રોનથી વોચ રાખશે.એટલે શહેર પોલીસ ટેકનોલોજી સાથે સ્માર્ટ પોલીસ પણ બની કામગીરી કરશે.

પ્રથમ વખત ગુજરાત પોલીસમાં રહેલ કર્મચારીઓએ તાલીમ લીધી જેથી ગૃહમંત્રી હર્ષ સંધવી તેમની પ્રશંસા કરી અને એક કહ્યું હતું કે તમામ પોલીસકર્મીને આ ડ્રોનની ટ્રેનિંગ અપાવી જોઈએ. અમદાવાદમાં રથયાત્રાના દિવસે રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રોનથી નજર રાખે છે. પરંતુ હવે ગુનેગારોને ઝડપી લેવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.

(PHOTO-FILE)