Site icon Revoi.in

હોમ ક્વોન્ટાઈન કોરોના પીડિતને રેમડેસિવિર નહીં આપવાના નિર્ણયથી AHNAના ડોકટરો નારાજ

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મોટાભાગના દર્દીઓ પોતાના ઘરે જ આઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ મોટે હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશનને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવામાં આવતા AHNAના હોદ્દેદારોમાં રોષ ફાટી નીકળ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને ઇન્જેક્શન ન આપવાના નિર્ણયના કારણે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને વધુ તકલીફ પડશે. જો હોમ આઇસોલેટ દર્દીઓ માટે ઇન્જેક્શન નહીં આપવામાં આવે તો વિકટ પરિસ્થિતિ બનશે. રાજ્ય સરકાર જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની મનમાની પર ધ્યાન નહીં આપે તો અમદાવાદમાં કોરોનાને રોકવો ભારે પડી જાય તેમ છે. AMCના આ નિર્ણયને લઈ AHNAના ડોકટરો રોષે ભરાયા છે અને રાજીનામાં પડી રહ્યા છે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, AHNA એવા દર્દી માટે રેમડેસિવિરની માંગ કરે છે, જે હોમ ક્વોરન્ટાઈન છે તે વાત ખોટી. જે લોકો હોસ્પિટલમાં બેડ નથી મળતા અને ઘરે સારવાર લઇ રહ્યા છે તેમને રેમડેસિવિર આપવી જોઇંએ. મ્યુનિ.કોર્પોએ હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને ઇન્જેક્શન આપવા તબક્કા પણ નક્કી કરવા જોઈએ અને આપવા જ જોઈએ. જો આ રીતે ઇન્જેક્શન નહીં આપવામા આવે તો હોસ્પિટલમાં જ લોકોને જવાની ફરજ પડશે અને હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થશે.

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસોની સાથે રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જરૂર પડે એવા દર્દીઓની સંખ્યા વધી છે જેને ધ્યાનમાં રાખી હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેક્શન અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AHNAને આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. AHNA જેને જરૂર હોય તેવા હોમ આઇસોલેટ દર્દીઓને ઇન્જેક્શન આપશે. છ દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AHNAને માત્ર 450 ઇન્જેક્શન જ આપ્યા હતા. બે દિવસ બાદ ઇન્જેક્શન આપવાના બંધ કરવામાં આવ્યા હતા.