Site icon Revoi.in

એઈમ્સના ડોક્ટરે આપી ચેતવણી – ‘કોરોનાની બીજી તરંગ ઝડપી બની , જરુરી હોય તો જ ઘરની બહાર નીકળવું’

Social Share

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે, જેને ધ્યાનમાં લેતા કોરોનાની  ત્રીજી તરંગની ચર્ચાએ જોર પકડ્યું છે, એઇમ્સના ડિરેક્ટર ડો. ગુલેરીયા ત્રીજી તરંગની વાતને સ્પષ્ટપણે નકારી છે.તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આ માત્ર કોરોનાની બીજી તરંગ છે જે ફરી તીવ્ર બની છે. આ બાબત પાછળ સાવચેતી રાખવામાં નિશ્કાળજીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, સામાજિક અંતરનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી. માસ્ક  પહેરવાની બાબતને સખ્ત રીતે અપનાવાઈ નથી.

કોરોના સંક્રમણ વધવા બાબતે પ્રદુષણ જવાબદાર

ડોક્ટર ગુલેરીયાએ આ તમામ પાછળ વાતાવરણ અને પ્રદુષણને જવાબદાર ગણાવ્યું છે,તેમણે કહ્યું કે, પ્રદુષણના કારણે વાયરસ વધુ સુધી હવામાં રહે છે, જે ફેફસા પર સર કરે છે, કોરોના વાયરસ હજુ ખત્મ નથી થયો, તેમણે યુરાપ અને બીજા દેશોનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે માસ્ક જરુર થી પહેરવું જોઈએ, જરુરી કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, ડો ગુલેરીયાએ ચેતવણી પતા જણાવ્યું હતું કરે, જો આપણે સાવધાની નહી વર્તીએ તો કેસ વધવાની શક્યતાઓને નકારી શકાય નહી.

એઈમ્સના ડોક્ટરે કોરોના અંગે ચિંતા વ્યક્ત કરીટ

તેમણે કહ્યું કે, યુવાઓ વાયરસને લઈને લાપરવાહી દાખવી રહ્યા છે,તેઓ ભ્રમમાં છે કે આ સામાન્ય ઈનફેક્શન છે, સાધારણ છે,જેથી કઈ પણ કરવાની જરુર નથી આમ કરીને યુવાઓ વાયરસે ઘરમાં પ્રવેશ કરાવી રહ્યા છે.

કોરોનાને રોકવા સામાજીક અંતર જોળવવું , હાથ ધોવા અને માસ્ક પહેરવું

ડો.ગુલેરિયાએ વેક્સિનની આશા જતાવતા જણાવ્યું હતું કે, કેટલીક નવી દવાઓ પણ આવવી જોઈએ, જે આ વાયરસને સારી રીતે કંટ્રોલ કરી શકે છે.  વેક્સિન આવતા કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થશે.

ઈન્ફ્લૂએન્ઝા અંગે તેમણે કહ્યું હતું કે, ઈન્ફલ્યુએન્ઝા અને ફ્લૂની વેક્સિન કોરોનામાં અસરકારક સાબિત થશે છે, આ એક ખોટી માન્યતા છે. આ વેક્સિન માત્ર ઈન્ફલ્યુએન્ઝા સામે અસરકારક છે. પરંતુ કોરોના વાયરસને રોકવા માટે હાથ ધોવા, સામાજિક અંતરનું પાલન કરવું અને માસ્ક પહેરવું આવશ્યક છે.

પ્રદુષણને લઈને કોરોનાના કેસ વધવાની શક્યતાઓ વધી

પ્રદૂષણ અને કોરોનાના બેવડા પડકાર અંગે, એમ્સના ડિરેક્ટરએ કહ્યું કે, જ્યાં સુધી એકદમ જરૂરી નથી ત્યાં સુધી ઘરની બહાર ન જવુ જોઈએ. જો જવું જરૂરી હોય તો માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ અને તડકો આવ્યા બાદ જ ઘરથી નીકળવું જોઈએ, તેમણે કહ્યું કે કોરોનાના સંક્રમણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. દિવાળી પછી, જો આ બાબતોમાં સતત ઘટાડો થતો રહે, તો આપણે કહી શકીએ કે પીકઅપ ઓછી થયેલી જોવા મળી.હવે  આપણે આવતા કેટલાક અઠવાડિયા માટે વધુ જાગૃત  અને સતર્ક રહેવાની જરૂર  છે,

સાહીન-