Site icon Revoi.in

વેક્સિનને લઈને એઈમ્સના ડોક્ટરે આપી ખાતરી – સાઈડ ઈફેક્ટ પર વળતરની કરી વાત

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની વેકસ્સિનની જ્યા આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યા અનેક લોકો દ્વારા વેક્સિનને લઈને સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે,ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની  વેક્સીન કોવેક્સીન ના ઇમર્જન્સી ઉપયોગને લઈને થયેલા સવાલો પર એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ લોકોને જવાબ આપ્યો છે.

વિતેલા દિવસને રવિવારના રોજ ગુલેરિયાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, વેક્સિન લીધા બાદ ડો આડઅસર થશે તો તેનુ વળતર આપવામાં આવશે, આમ કહીને લોકોને વેકર્સિન પર વિશ્વાસ દાખ્વ્યો હતો,વેક્સિન બાબતે લોકોને સકારાત્મકતા રજુ કરી હતી,જેને લઈને દેશના નાગરિકોએ રાહતના શ્વાસ લીધા છે .

કોંગ્રેસ નેતા શશિ થરુરે  આ બાબતે સવાલ ઉઠાવ્યા હતા, ભારત બાયોટેકની કોવેક્સીનના ત્રીજા તબક્કાના પરીક્ષણ ન થયા છત્તા કોવેક્સીનને સમય પહેલા મંજૂરી આપતા જોખમ થઈ શકે છે.આ સાથે જ તેમણ તેજણાવ્યું કે, ડો. હર્ષવર્ધન આ  બાબતે સ્પષ્ટીકરણ આપે. કોરોના વેક્સીનના ટ્રાયલ પુરા થવા સુધી તેનો ઉપયોગ ન થવો જોઈએ. ભારતે આ દરમિયાન એસ્ટ્રાજેનેકા વેક્સીનનો ઉપયોગ કરવો જોઈએ.