Site icon Revoi.in

કોચ્ચિ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એર એરેબિયાના વિમાનામં ખામી સર્જવાની ઘટના – તમામ યાત્રીઓ સુરક્ષિત

Social Share

દિલ્હીઃ- દેશમાં સ્પાઈસ જેટ અને ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામીસર્જાવાની ઘટના અવાર નવાર જોવા મળી છે ત્યારે હવે સાઉદીના એરમાં પણ વિતેલા દિવસે આવી જ ખામી સર્જાય હતી, પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિતેલી રાત્રે ત્રે 8 વાગ્યાની આસપાસ વિમાન કોચ્ચી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું  હતું.

યુએઈના શારજાહથી આવી રહેલી એર અરેબિયાની ફ્લાઈટનું કેરળના કોચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એર અરેબિયાની ફ્લાઈટ G9-426ને હાઈડ્રોલિક ફેલ થવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જો કે કોઈ દૂર્ઘટા બની ન હતી અને ક્રુ મેમ્બર સીહતના તમામ યાત્રીઓ સુરક્ષિત હતા,આ દરમિયાન એરપોર્ટ પર થોડા સમય માટે ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. 

ઘટનાને લીને જાણવા મળતી વિગત પ્રમાણે એર અરેબિયા એરબસ A321માં હાઇડ્રોલિક ફેલ્યોર થી ગયું. ત્યાર બાદ રનવે નંબર 9 પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું અને પછી  એન્જિન બંધ થઈ ગયું. આ પછી વિમાનને ટો કરીને પાર્કિંગ સુધી લઈ જવાયું હતું.

જો કે  તમામ વિમાનમાં સવાર તમામ યાત્રીઓ  અને સાત ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. પાયલટે આ ટેકનિકલ ખામી અંગે કોચી એરપોર્ટને જાણ કરી હતી. આથી ઈમરજન્સી લેન્ડિંગ માટે અગાઉથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. ડીજીસીએ આ મામલાની તપાસ કરી રહી છે.