Site icon Revoi.in

વાયુસેનાના મહિલા અધિકારીએ રચ્યો ઈતિહાસ, વિંગ કમાન્ડર અંજલિસિંહ બન્યા પહેલા સૈન્ય રાજદ્વારી

Social Share

વિંગ કમાન્ડર અંજલિ સિંહે રચ્યો ઈતિહાસ

વાયુસેનામાંથી સૈન્ય રાજદ્વારી બનનારા પહેલા મહિલા અધિકારી

વિંગ કમાન્ડર અંજલિ સિંહ ભારતીય વાયુસેનાના એવા પહેલા મહિલા અધિકારી બની ગયા છે કે જેઓ વિદેશમાં ભારતીય મિશનમાં એક સૈન્ય રાજદ્વારી તરીકે તેનાત રહેશે.

વિંગ કમાન્ડર અંજલિ સિંહને 10મી સપ્ટેમ્બરે રશિયામાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી એર એટેચ તરીકે તેનાત કરવામાં આવ્યા છે.