Site icon Revoi.in

વિમાનની મુસાફરી કરવી થઈ શકે છે મોંઘી -એર ઈંધણના ભાવમાં ભારેખમ વધારો નોંઘાયો

Social Share

દિલ્હીઃ- જો તમે એર ટ્રાવેલિંગ કરી રહ્યા છો ત્યારે હવે તમારી મુસાફરી મોંઘી થી શકે છે આજરોજ 1લી સપ્ટેમ્બરથી વિમાનના ઈંઘણની કિંમતોમાં ભારે ખમ વઘારો થયો હોવાની માહિતી સામે આવી રહી છએ જેની સીઘી અસર વિમાનના ભાડ પર જોવા મળી શકે છે.ઉલ્લેખનીય છે કે એટીએફની કિંમતો આંતરરાષ્ટ્રીય સ્તરે, એટીએફના ભાવ મોટાભાગે અથવા આંશિક રીતે ક્રૂડ ઓઈલના ભાવ સાથે જોડાયેલા હોય છે. જો ATF સસ્તું થશે તો એવિએશન કંપની માટે રાહતના સમાચાર છે. સાથે જ હવાઈ મુસાફરી પણ સસ્તી થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એરલાઈન્સ કંપનીઓને હવે મોટો ફટકો લાગી શકે છે.  OMCએ એવિએશન ફ્યુઅલના ભાવમાં વધારો કર્યો છે. તાજેતરમાં હવે તેહવારો આવી રહ્યા છએ આવી સ્થિતિમાં  તહેવારોની સિઝન પહેલા થયેલો આ વધારો હવાઈ ભાડા પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ ATFની કિંમત ₹7728 સુધી વધારવામાં આવી હતી. બે મહિનામાં ₹21 હજારથી વધુનો વધારો થયો છે.
 ચાર મહાનગરોમાં સ્થાનિક એરલાઈન્સ વિશે વાત કરીએ, તો તે દિલ્હીમાં ₹112419.33 પ્રતિ કિલો લિટર છે. તે જ સમયે, કોલકાતામાં તે ₹121063.83 પ્રતિ કિલો લિટર છે અને મુંબઈમાં તે ₹105222.13 પ્રતિ કિલો લિટર છે.
આ સિવાય ચેન્નાઈમાં તે ₹116581.77 પ્રતિ કિલોલીટર છે. ઉલ્લેખનીય છે કે તહેવારોની સિઝન પહેલા આવો વધારો હવાઈ ભાડા પર વિપરીત અસર કરી શકે છે. ATFના ભાવમાં વધારાને કારણે હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફ્લાઈટના સંચાલન માટે એટીએફની જરૂર પડે છે.