Site icon Revoi.in

અક્ષય કુમારની મિશન મંગલની શરુઆત રહી બમ્પરઃ પહેલા દિવસે 29 કરડોની કમાણી

Social Share

શુક્રવાર સ્વતંત્રતા દિવસે અને રક્ષાબંધનના પવિત્ર ઉત્સવે અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થઈ હતી,આ ફિલ્મએ બમ્પર ઓપનિંગ મેળવ્યું છે ,અક્ષયની આ ફિલ્મે પ્રથમ દિવસે જ  29.16 કરોડની કમાણી સાથે સૂપર કમાણી કરી હતી

આ ફિલ્મ વિશે પહેલા જ દિવસે 29 કરોડની કમાણી કરી શકશે તેવુ એક અનુમાન પણ લગાવવામાં આવ્યુ હતુ. આ કમાણીની સાથે જ આ ફિલ્મ અક્ષય કુમારની કેરિયરની હાઈએસ્ટ અપ ફિલ્મ બની ગઇ છે.મિશન મંગલ વર્ષની સૌથી બીજી મોટી ફિલ્મ બની છે. પહેલા નંબર પર સલમાન ખાનની ફિલ્મ ભારત રહી હતી ભારતે પહેલા દિવસે 42.30 કરોડની કમાણી કરી હતી.

2018માં સ્વતંત્ર્યતા દિવસના અવસર પર અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ 25.25 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. અક્ષયની 2019માં રીલિઝ થયેલી ફિલ્મ કેસરીએ 21.50 કરોડની કમાણી કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સ્વતંત્રતા દિવસના વીકેન્ડમાં અક્ષય કુમારની ફિલ્મો બાઝી મારી રહી છે.આ ફિલ્મનું નિર્દેશન જગન શક્તિએ કર્યુ છે. ફિલ્મમાં કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન અને શરમન જોશીએ મહત્વનો રોલ કર્યો છે. દર્શકો દ્રારા મિશન મંગલને ખુબજ પસંદ કરવામાં આવી રહી છે.. અક્ષય કુમાર સિવાય વિદ્યા બાલનની એક્ટિંગના પણ ખુબજ વખાણ થઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ઇસરોએ રાકેશની લીડરશિપમાં GSLV ફેટ બોય રોકેટ સ્પેસ મોકલવામાં આવી રહ્યું છે. રોકેટમાં ખામી સર્જાતા મિશનને અબોર્ટ કરવુ પડે છે અને આટલુ મોટુ મિશન ફેલ થાય છે. સજાના ભાગ રૂપે રાકેશને મંગલ મિશન પર કામ કરવાનું કહેવામાં આવે છે. અને પછી શરૂ થાય છે ભારતના મિશન મંગલની સફર. આ આખી ફિલ્મ આ મિશનને પાર પાડવા પર જ બનાવવામાં આવી છે અમે જેમાં મહત્વનો ભાગ મહિલાઓ દ્રારા ભજવવામાં આવ્યો છે ,આ મિશનને પુરુ કરવામાં મહિલાઓ કેટલે અંશે કાર્ય કરે છે તેનો ઉલ્લેખ ા સ્ટોરીમાં કરવામાં આવ્યો છે,જેને લોકોએ ખુબ વખાણી છે. આ ફિલ્મમાં મહિલાઓના પાત્રને પ્રમુખ સ્થાને રાખવામાં આવ્યું છે.