Site icon Revoi.in

ધ્વનિ પ્રદૂષણ સામે લાલ આંખ : ડીજે વગાડયું તો 5 વર્ષ સુધીની જેલ અને 1 લાખનો દંડ

Social Share

ધ્વનિ પ્રદૂષણને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. ડીજે વગાડવાની મંજૂરી આપવા પર હાઈકોર્ટે સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓને પાંચ વર્ષની કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારી શકાય છે. જો ડીજે વગાડવાની ફરિયાદ મળે છે, તો એ એરિયાના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જની જવાબદેહી હશે.

પ્રતીકાત્મક તસવીર

આ આદેશ જસ્ટિસ પી. કે. એસ. બધેલ અને જસ્ટિસ પંકજ ભાટિયાની ખંડપીઠે હાસિમપુર પ્રયાગરાજ નિવાસી સુશીલચંદ્ર શ્રીવાસ્તવ અને અન્યની અરજી પર આપ્યો છે.

કોર્ટે કહ્યું છે કે બાળકો, વૃદ્ધો અને હોસ્પિટલમાં ભરતી દર્દીઓની સાથે માનવ સ્વાસ્થ્ય માટે ધ્વનિ પ્રદૂષણ ખતરનાક છે. કોર્ટ કહ્યુ છે કે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કાયદાનું ઉલ્લંઘન નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન છે. કોર્ટે તમામ ડીએમને ટીમ બનાવીને ધ્વનિ પ્રદૂષણનું નિરીક્ષણ કરવા અને દોષિતો પર કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું છે કે તમામ ધાર્મિક તહેવારો પહેલા ડીએમ અને એસએસપી બેઠક કરીને કાયદાનું પાલન સુનિશ્ચિત કરાવે. આનું ઉલ્લંઘન કરનારાઓને પાંચ વર્ષ સુધીની કેદની સજા અને એક લાખ રૂપિયા સુધીનો દંડ લગાવી શકાય છે. કોર્ટે એમ પણ કહ્યુ છે કે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કાયદા હેઠળ અપરાધની એફઆઈઆર નોંધવામાં આવે.

અરજદારનું કહેવું હતું કે જિલ્લા પ્રશાસને હાશિમપુર રોડ પર એલસીડી લગાવ્યા છે, જે સવારે  વાગ્યાથી અડધી રાત્રિ સુધી વાગતા રહે છે. મારી માતા 85 વર્ષના છે. આસપાસ ઘણી હોસ્પિટલો છે. અવાજથી લોકો અને દર્દીઓને મુશ્કેલી થઈ રહી છે. અધિકારી ધ્વનિ પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ છે. અરજીમાં ધ્વનિ પ્રદૂષણ કાયદાનો કડકાઈથી અમલ કરવાની માગણી કરવામાં આવી હતી.