Site icon Revoi.in

એલોપેથી વિવાદઃ- બાબા રામદેવ સુપ્રીમ કોર્ટના શરણે, દેશભરના કેસોને એક સાથે લાવવાની કરી માંગ

Social Share

 

દિલ્હીઃ- એલોપથી અંગેનો વિવાદ સમગ્ર દેશભરમાં વકર્યો છે, દેશભરમાંથી બાબારામ દેવ સામે અનેક કેસ દાખલ થઈ ચૂક્યા છે,ત્યારે એફઆઈઆરનો સામનો કરી રહેલા બાબા રામદેવે હવે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે.

યોગ ગુરુ બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને એલોપથી અંગેની ટિપ્પણી પર દેશના જુદા જુદા ભાગોમાં નોંધાયેલા એફઆઈઆરને ‘ક્લબ’ કરવાની માંગ કરી છે.એટલે કે તમામ ફરીયાદોને એક સાથે લાવવાની માંગણી બાબા રામદેવે કરી છે.

એલોપથી અંગેના વિવાદને લઈને દેશભરમાં એફઆઈઆરનો સામનો કરી રહેલા બાબા રામદેવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. યોગ ગુરુ બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને એલોપથી અંગેની ટિપ્પણી પર દેશના જુદા જુદા ભાગોમાં નોંધાયેલા એફઆઈઆરને ‘ક્લબ’ કરવાની માંગ કરી છે.

આ ઉપરાંત, તેમણે ભારતીય મેડિકલ એસોસિએશનની પટના અને રાયપુર વિંગ દ્વારા નોંધાયેલા કેસોમાં કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહીથી રક્ષણ માંગ્યું છે.ઉલ્લેખનીય છે કે બાબારામ દેવે એલોપેથિને લઈને વિવાદીત નિવેદન આપ્યું હતું જેનો દેશભરના ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો.