Site icon Revoi.in

તમારા વાળને સુંદર બનાવાની સાથે ખોળો દૂર કરે છે છાસ, દહીં અને કાળી માટી જેવા કુદરતી તત્વો ,જાણીલો કઈ રીતે કરવો ઉપયોગ

Social Share

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે સુંદર દેખાઈ આ માટે તે દરેક રીતે પોતાનો ખ્યાલ રાખે છે, જો કે વાળની વાત આવે ત્યારે મોંધા ખર્ચ અને પાલરના ઘક્કાઓ ખાવા પડે છએ જો કે આજે કુદરતી તત્વોમાંથી વાળને સુંદર નરમ અને ખઓળોને પણ દૂર કરવાની રીત જોઈશું જેમાં ખૂબ જ ઓછો ખર્ચ સાથે ઘર બેઠ્ઠા જ તમે વાળની માવજત કરી શકશો અને આ વસ્તુોથી વાળને નુકશાન પણ થશે નહી તો ચાલો જોઈએ આ ત્તવો વિશે.

1 છાશ  અને મંટોળી

પહેલાના સમયમાં વાળ છાસ વડે પણ ધોવામાં આવતા હતા છાસ વાળને સ્મૂથ બનાવાનું કામ કરે છે, જો કે છાસ સાથે કાળી માટી એટલે કે ખેતરમાં જે મંટોળું હોય તેનો ઉપયોગ કરી શકો છો,ખાતર વગરનું સાફ મંટોળું છાસમાં પલાળી દો આ માટી બરાબર પલળી જાય એટલે મૂળથી લઈને વાળના એન્ડ સુધી અપ્લાય કરીને સુકાવી દો ત્યાર બાદ સાદા પાણી વડે વાળ ઘોઈલો મહિનામા  2 વખત આ ઉપચાર કરવાથી વાળ ખરતા બંધ થસે તથા વાળનો ખોળો ચોક્કસ દૂર થશે

2 દહીં

દહીં વાળને નરમ બનાવાનું કામ કરે છે સાથે જ વાળની સ્કેલ્પ પર જમા થયેલ સફેદ પ્રદાર્થને પણ દૂર કરે છે. જ્યારે તમે વાળને વોશ કરો ત્યારે વાળ કોરા હોય તે સમયે દહીંને અપ્લાય કરો વાળની પાથીએ પાથીએ દહી લગાવીને આંગળા વડે મસાજ કરીલો, બચેલું દહીં વાળના છેડાઓ સુધી લગાવી દો આમ 1 કલાક બાદ વાળને હુંફાળા પાણીથી ધોઈલો આમ કરવાથી વાળમાં કુદરતી કન્ડિશનર થી જાય છે સાથે જ ખોળઓ દૂર થાય છે.

3 લીમડાની પેસ્ટ અને દહીં

લીમડાના તાજા પાનની પેસ્ટ બનાવીલો અંદાજે 1 વાટકા જેટલી પેસ્ટ બનાવો તેમાં અડધી વાટકી દહી મિક્સ કરીને આ પેસ્ટને માથાની સેથીઓમાં ભરી દો અને વાળમાં પણ લગાવો ત્યાર બાદ બન્ને હાથના આંદગળાઓ વડે 10 મિનિટ મસાજ કરતા રહો 39 મિનિટ પછી વાળ વોશ કરીલો આમ કરવાથઈ વાળમાં આવલતી સ્મેલ દૂર થાય છે લીમડાના કારણે વાળમાં થતી ફુલ્લીઓ થી છૂટકારો મળે છે અને માથાની ખંજવાળ પણ દૂર થાય છે.