Site icon Revoi.in

વિશ્વ ભરમાં સૌથી શ્રેષ્ઠ રેસ્ટોરન્ટની યાદીમાં અમરિક સુખદેવ ધાબા સહીત ભારતની આ 7 રેસ્ટોરન્ટનો પણ સમાવેશ

Social Share

દિલ્હીઃ- વિશ્વભરના લોકો ભોજનના ટેસ્ટને લઈને ખૂબ જ સજાગ રહે છે,જ્યા સારો ચટકો મળે છે તે રેસ્ટોરન્ટને કદી ભૂલતા નથી, વિશઅવભરમાં આવી ઝાયકેદાર ઘણી રેસ્ટોરન્ટ હશે ત્યારે આજરોજ ટ્રાવેલ ઓનલાઈન ગાઈડ ટેસ્ટ એટલાસ એ વિશ્વની 150 સૌથી પ્રખ્યાત રેસ્ટોરન્ટની યાદી બહાર પાડી છે.

ફૂડ અને ટ્રાવેલ ગાઈડ્સનું કહેવું છે કે આ યાદીમાં એવા રેસ્ટોરન્ટનો પણ સમાવેશ થાય છે જે ખૂબ જ નાના પાયે શરૂ કરવામાં આવી હતી. આ યાદીમાં અલગ-અલગ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે જ્યાં ગ્રાહકને સ્વચ્છ અને સારું ભોજન મળે છે.

આ સહીત આ રેસ્ટોરન્ટની યાદીમાં એવા ફૂડ જોઈન્ટ્સ છે, જેમણે પોતાની જાતને સતત બદલાતી સંસ્કૃતિને અનુરૂપ બનાવી લીધી છે. આ રેસ્ટોરાંમાં તમને શો-શા બદલે ફૂડ પર ફોકસ જોવા મળશે. તેમની પ્રાથમિકતા પ્રમાણિકતાથી વધુ સારું ભોજન પીરસવાની છે.

જો આ લીસ્ટમાં પ્રથમ નંબરે આવેલી રેસ્ટોરન્ટની વાત કરીએ તો આ યાદીમાં ઓસ્ટ્રિયાની રેસ્ટોરન્ટ વિયેના, ફિલ્મ્યુલર પ્રથમ નંબરે છે. બીજા નંબરે  ન્યુયોર્ક, યુએસએમાં કેટ્ઝ ડેલીકેટ્સન અને ત્રીજા નંબરે ઈન્ડોનેશિયાના સનુરમાં વરુંગ માક છે.

જો કે મહત્વની વાત એ છે કે આ લીસ્ટમાં સાત ભારતીય રેસ્ટોરાં વિશ્વની ટોચની રેસ્ટોરન્ટ્સમાં સમાવેશ પામી  છે. જેમાં કોઝિકોડની ઐતિહાસિક પેરાગોન રેસ્ટોરન્ટ (કોઝિકોડ પેરાગોન) 11મા નંબરે જોવા મળે છે. અહીં બિરયાનીને તેની સૌથી પ્રતિષ્ઠિત વાનગી તરીકે વર્ણવવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ 1939માં ખોલવામાં આવી હતી.

બીજી તરફ ઉત્તરપ્રદેશના  લખનૌની ટુંડે કબાબ પણ આ યાદીમાં 12મું સ્થાન મેળવ્યું છે. જે તેના મુગલાઈ ભોજન માટે ખૂબ જ લોકપ્રિય છે. આ સિવાય હરિયાણાના સોનીપત સ્થિત મુરથલનો અમરિક સુખદેવ ધાબા આ યાદીમાં 23માં નંબર પર છે. આ રેસ્ટોરન્ટ તેના પરાઠા અને ઉત્તર ભારતીય ભોજન માટે જાણીતી છે.

તો વળી આ લીસ્ટમાં 17મા નંબર પર કોલકાતાની પીટર કેટ રેસ્ટોરન્ટ, 23મા નંબર પર મુરથલનો અમરીક સુખદેવ ધાબા, 39મા નંબર પર બેંગલુરુનો માવલી ​​ટિફિન રૂમ છે. જ્યારે દિલ્હીના કરીમને 87માં અને મુંબઈના રામ આશ્રયને 112મા નંબરે રાખવામાં આવ્યા છે.