Site icon Revoi.in

અંબાજીઃ પાલનપુર-મુંબઈના બે ભક્તોએ માતાજીને એક કિલો સોનુ અને સોનાનો હાર અર્પણ કર્યો

Social Share

પાલનપુરઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થયો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ આવી રહ્યાં છે. દરમિયાન અંબાજીમાં માતાજીના ચરણોમાં પાલનપુર અને મુંબઈના બે ભક્તોએ સોનુ અર્પણ કર્યું હતું. પાલનપુરના ભક્તે માતાજીના ચરણોમાં એક કિલો સોનુ અને મુંબઈના શ્રદ્ધાળુએ સોનાનો હાર માતાજીના ચરણોમાં અર્પણ કર્યો હતો.

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા મંદિર તરફ જઈ રહ્યાં છે. બીજી તરફ શ્રદ્ધાળુઓ માતાજીને દાનની સરવાણી વહી રહી છે. દરમિયાન પાલનપુરના એક ભક્તે અંબાજીમાં માતાજીના ચરણોમાં એક કિલો સોનાનું દાન કરવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. 52 લાખથી વધારે હોવાનું મનાઈ રહ્યું છે. તેમણે 100-100 ગ્રામની સોનાની 9 લગડી અને 50-50 ગ્રામની બે મળીને કુલ 11 લગડીઓ અર્પણ કરી હતી.

મુંબઈના એક શ્રદ્ધાળુએ પણ માતાજીના ચરણોમાં સોનાનો હાર અર્પણ કર્યો હતો. મુંબઈના દાતાએ 105 ગ્રામ સોનાનો હાર માતાજીને અર્પણ કરવામાં આવ્યો હતો. જેની કિંમત લગભગ 5 લાખ જેટલી હોવાનું મનાઈ રહ્યું છે. માતાજીને અગાઉ પણ અનેક શ્રદ્ધાળુઓએ સોનાનું મંદિરમાં દાન કર્યું હતું.