Site icon Revoi.in

પાકિસ્તાનને અમેરિકાએ આપ્યો બીજો એક ઝટકોઃ અડધી કરી દીધી આર્થિક મદદ

Social Share

આર્થિક સંક્રામણમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને અમેરીકા તરફથી વધુ એક ઝટકો મળ્યો છે,અમેરીકાએ ‘કેરી લૂગર બર્મન એક્ટ’ હેઠળ આપવામાં આવી રહેલી આર્થિક મદદમાં કટોકટી લાવી દીધી છે, અમેરીકાએ પ્રસ્તાવિક આર્થિક મદદમાં 44 કરોડ ડોલરની આર્થિક કટોકટી કરી દીધી છે.

આ કટોકટી પછી પાકિસ્તાનને 4.1 અરબ ડોલરની ધનરાશિ આપવામાં આવશે,પાકિસ્તાની સમાચાર પત્ર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ, આર્થિક કટાકટીના નિર્ણયની બાબતે ઈસ્લામાબાદના ઈમરાન ખાનના અમેરીકા તરફથી ત્રણ અઠવાડીયા પહેલાજ આ વિષે સુચના આપવામાં આવી હતી. ઇસ્લામાબાદને આ નાણાકીય સહાય ‘પાકિસ્તાન એન્હાંસ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ 2010’ દ્વારા  કરવામાં આવી રહી હતી, યુ.એસ. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 90 કરોડ ડોલરની બચેલી યુ.એસની. સહાય મેળવવા માટે પાકિસ્તાન દ્રારા ગયા અઠવાડિયે પેપાની અંતિમ તારીખ લંબાવામાં આવી હતી

ઓક્ટોબર 2009માં મેરીકી કોંગ્રેસે ‘કેરી લુગર બર્મન એક્ટ’ પસાર કર્યો હતો અને તેનો અમલ કરવા માટે સપ્ટેમ્બર 2010 માં પેપા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત પાંચ વર્ષના ગાળામાં પાકિસ્તાનને 7.5 અરબ ડોલરની સહાય આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અધિનિયમ પાકિસ્તાનના આર્થિક બંધારણમાં રોકાણ કરવાના ઉદ્દેશ સાથે લાવવામાં આવ્યો હતો, જેના હેઠળ દેશની ઉર્જા અને જળ સંકટને દૂર કરવાનું હતું.

જો કે પેપા કરાર લાગુ થયા પછી તરત જ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખરાશ આવવાની શરૂઆત થઈ. અમેરિકાની પાકિસ્તાન પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ અને તેની નાણાકીય સહાય પર પણ તેની અસર પડી. સૂત્રો પાસે મળતી માહિતી મુજબ નાણાંકીય સહાયમાં કાપ મૂકતા પહેલા 4.5 અરબ ડોલરની ધનરાશિ આપવામાં આવતી હતી જે હવે ધટાડીને 4.1 અરબ ડોલર કરી નાખવામાં આવી છે.