Site icon Revoi.in

અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યુંઃ યુએસ હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થીને પદ પરથી હટાવાયા

Social Share

દિલ્હીઃ   અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ સ્પીકરને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હોય અને તે કેવિન મેકકાર્થી છે, જે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા હતા હવે તેઓને પદ પરથી હટાવી દેવાયા છે.

મેક્કાીર્થીને GOP તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવિન મેકકાર્થી આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકી સંસદના સ્પીકર બન્યા હતા, પરંતુ તેમને ઘણી વખત તેમની જ પાર્ટીના નેતાઓના જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

જાણકારી પ્રમાણે  મેકકાર્થીને મંગળવારે સાંજે 216-210 મત દ્વારા પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, જે યુએસના ઇતિહાસમાં પ્રથમ વખત ચિહ્નિત કરે છે કે ગૃહે તેના નેતાને દૂર કરવા માટે મત આપ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહે હવે નવા સ્પીકરની પસંદગી કરવી પડશે. પરંતુ કોઈપણ પક્ષ પાસે જીતવા માટે જરૂરી સમર્થન નથી. અમેરિકામાં શટડાઉનથી બચવા માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ફંડિંગ બિલ પાસ કરાવવામાં મેકકાર્થીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રિપબ્લિકન સાંસદો તેમના આ પગલાથી નારાજ હતા. આ કારણસર તેમણે મેકકાર્થીને સ્પીકર પદેથી હટાવવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

 હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ, યુએસ સંસદ કોંગ્રેસના નીચલા ગૃહે મંગળવારે  મેકકાર્થીને સ્પીકર પદ પરથી હટાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું. અમેરિકાના ઈતિહાસમાં આ પ્રકારનું મતદાન પ્રથમ વખત થયું છે. આ સાથે જ મેકકાર્થી વોટિંગ દ્વારા પદ પરથી હટાવવામાં આવનાર પ્રથમ સ્પીકર બની ગયા છે.
ઉલ્લેખનીય છે કે મેકકાર્થીએ કુલ 269 દિવસ સુધી હાઉસ સ્પીકર તરીકે સેવા આપી હતી, જે યુએસ ઈતિહાસમાં કોઈપણ સ્પીકરનો બીજો સૌથી ટૂંકો કાર્યકાળ હતો. મેકકાર્થી 7 જાન્યુઆરી, 2023ના રોજ સ્પીકર તરીકે ચૂંટાયા હતા અને મંગળવારે તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.