Site icon Revoi.in

મોદી સરકાર પર શું છે અમેરિકામાં રહેતા આ ભારતીય મૂળના મુસ્લિમનો દ્રષ્ટિકોણ

Social Share

લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત જનાદેશ મળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં જ્યારે પોતાના ગઠબંધન NDAના તમામ 353 સાંસદોને સંબોધિત કર્યા તો આગામી સરકાર માટે નવો નારો આપી દીધો. સબકા સાથ, સબકા વિકાસના એજન્ડા પર કામ કરનારી મોદી સરકારે હવે સૌનો વિશ્વાસ જીતવાનો ટાર્ગેટ પણ સામે રાખી દીધો. મોદી સરકારે પોતાના ભાષણમાં કહ્યું કે પંથ અને જાતિના આધારે કોઈ વિકાસયાત્રામાં પાછળ ન છૂટવું જોઈએ અને અત્યાર સુધી અલ્પસંખ્યકો સાથે જે છળ કરવામાં આવ્યું છે તેમાં છેદ કરીને સૌનો વિશ્વાસ જીતવાનો છે.

પીએમ મોદીના આ વિઝનની ચારેબાજુથી પ્રશંસા કરવામાં આવી. ભારતીય મુસ્લિમ સમાજે પણ તેમના આ દ્રષ્ટિકોણની સરાહના કરી. એટલે સુધી કે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના મુસલમાન પણ મોદી સરકારને લઇને ઘણા આશ્વસ્ત છે.

આ અંગે અમેરિકાના પ્રખ્યાત બિઝનેસમેન અને લેખત ફ્રેંક એફ. ઇસ્લામનું કહેવું છે કે મોદી સરકાર જે પ્રચંડ જનાદેશ સાથે પાછી ફરી છે, તેની અમેરિકા સહિત તમામ દેશોમાં મોટી અસર જોવા મળી છે. ફ્રેંકનું માનવું છે કે વિદેશી નેતાઓ માટે એક મજબૂત ભારતીય સરકારની સાથે ગ્લોબલ એજન્ડા પર કામ કરવું ઘણુ વધારે સરળ છે અને આજ કારણ છે કે તમામ દેશોએ પીએમ મોદીને જીતના અભિનંદન આપવામાં પણ ઉત્સુકતા દર્શાવી છે.

ફ્રેંકે જણાવ્યું કે અમેરિકામાં ભારતીય સમુદાયની વચ્ચે પણ મોદી સરકારની આ જીત પર ઘણી ખુશી જોવા મળી. જોકે, અમેરિકન મીડિયામાં મિક્સ્ડ રિએક્શન જોવા મળ્યા.

સેન્ટર ઑફ અમેરિકન પ્રોગ્રેસ (CAP) વિદેશનીતિ સલાહકાર પરિષદના સભ્ય ફ્રેંક ઇસ્લામે ભારતીય અર્થવ્યવસ્થા પર પોતાનો મત દર્શાવ્યો. તેમણે જણાવ્યું કે જીએસટી જેવા નિર્ણયોથી ભારતીય અર્થવ્યવસ્થામાં રૂકાવટ આવી હતી અને હાલના સમયમાં ઇકોનોમી પડકારોનો સામનો કરી રહી છે. ફ્રેંકના જણાવ્યા પ્રમાણે, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે પીએમ મોદી અને નવા નાણામંત્રીને મોટા રિફોર્મ કરવા પડશે.

જે વિશ્વાસને જીતવાની વાત પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહી હતી, તેને યોગ્ય ઠરાવીને ફ્રેંક ઇસ્લામે કહ્યું કે ફક્ત મુસ્લિમ જ નહીં, પરંતુ તમામ લઘુમતીઓ અને દલિતોનો વિશ્વાસ જીતવા માટે પીએમ મોદીએ કામ કરવું પડશે. ખાસ કરીને કાયદો હાથમાં લેવા કેટલાક અસામાજિક તત્વો પર કાબૂ મેળવવો પીએમ માટે જરૂરી બનશે.

ફ્રેંકે કહ્યું કે પાકિસ્તાનને છોડીને ઇસ્લામિક દેશો સહિત આખી દુનિયામાં મોદી સરકારના સારા સંબંધો છે. એવામાં ભારતની અંદર જો પોલરાઇઝેશન થાય છે તો તેનાથી લોકતંત્ર નબળું પડશે.

ભારતીય મુસ્લિમ સમાજને સંબોધિત કરીને ફ્રેંક ઇસ્લામે કહ્યું કે જે જનાદેશ મોદી સરકારને મળ્યો છે, તેને ખુલ્લા દિલથી સ્વીકારવો જોઈએ. ફ્રેંકે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષોની કેટલીક હિંસક ઘટનાઓએ મુસ્લિમોને અલગ કર્યા છે. એવામાં મને અપેક્ષા છે કે મોદી સરકારના નવા વિઝનથી એક નવી શરૂઆત થશે અને ભારત પ્રગતિના રસ્તે આગળ વધશે.

ઉલ્લેખનીય છે કે ફ્રેંક એફ. ઇસ્લામ યુપીના આઝમગઢથી નીકળીને અમેરિકાના પ્રખ્યાત બિઝનેસમેન બની ગયા છે. તેઓ એક લેખક પણ છે. ફ્રેંક અમેરિકન સરકાર સાથે જોડાયેલી સંસ્થાઓ તેમજ નીતિ નિર્ધારક સમૂહોનો હિસ્સો રહ્યા છે. શિક્ષણક્ષેત્રે તેમનું ઘણું કામ છે. યુએસ ઇન્ટરનેશનલ પીસમાં પણ કાઉન્સિલમાં તેઓ સામેલ છે. ફ્રેંક બરાક ઓબામાના ઘણા નજીક માનવામાં આવે છે અને ભારતીયો માટે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.