Site icon Revoi.in

અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો, કોરોના સંક્રમણને નાશ કરતી દવા શોધાઈ

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને હાલ વેક્સિનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન અમેરિકામાં વૈજ્ઞાનિકો દ્રારા એક નવી શોધ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે એવી જાહેરાત પણ કરી છે કે, 24 કલાકની અંદર જ કોરોના સંક્રમણનો નાશ નવી દવાથી કરી શકાશે. આ એન્ટી વાયરલ દવા કોરોનાને સંપૂર્ણપણે ખત્મ કરી શકે છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે, અને તેનું નામ મોલ્નુપીરાવીર છે.

અમેરિકાના જયોર્જિયા રાયની યુનિવર્સિટીની એક રિસર્ચ ટીમ દ્રારા આ શોધ કરવામાં છે. વૈજ્ઞાનિકોની આ નવી શોધનો અહેવાલ એક મેડિકલ જર્નલમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો અને તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ દવાને મુખ દ્રારા શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે અને સંક્રમણ ફેલાતું પણ અટકાવી શકાય છે. એટલું જ નહીં દર્દીમાં આવનારી ગંભીર બીમારીઓને પણ અટકાવી શકાય છે.

મેડિકલ રિસર્ચના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, આવુ પહેલીવાર જ બની રહ્યું છે કે, કોરોનાની સારવાર કરવા માટે મુખમાંથી દવાનો પ્રવેશ કરાવવામાં આવશે. એવી હકીકત પણ પ્રસિધ્ધ થઇ છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રિસર્ચ દરમિયાન અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ કેટલાંક પ્રાણીઓને વાયરસથી સંક્રમિત કર્યા હતાં અને પ્રાણીઓએ નાકથી વાયરસ છોડવાની શરૂઆત કરી કે તરત જ તેમને આ દવા ખવડાવવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રાણીઓને બીજા સ્વસ્થ પ્રાણીઓ સાથે એક જ પાંજરામાં રાખવામાં આવ્યા હતાં. સ્વસ્થ જાનવરોમાં કોઇ પ્રકારનું સંક્રમણ ફેલાયુ ન હતું અને આમ વૈજ્ઞાનિકોને કોરોના વાયરસનો નાશ કરતી દવા મળી હોવાનો દાવો કરાયો છે.