Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ભારત-ચીન સેના વચ્ચે થયેલી અથડામણને લઈને અમેરિકાની પ્રતિક્રિયા આવી સામે

Social Share

દિલ્હીઃ- અરુણાચલ પ્રદેશ ક્ષેત્રમાં ચીન અનેભઆરતના સૈનિકો વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી જો કે ત્યાર બાદ બન્ને દેશઓએ બન્નેની સેનાઓને ખસેડી લીધી હતી ત્યારે હવે આ અથડામણની ઘટનાને લઈને અમેરિકાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ બાબતને લઈને અમેરિકાના વ્હાઈટ હાઉસ તરફથી કહ્યું  કે બાઈડેન વહીવટીતંત્ર ખુશ છે કે અથડામણ બાદ ભારત અને ચીન બંને તરત જ પીછેહઠ કરી ગયા તે સારી વાત છે.

આ વાત વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીન-પિયરે કહી હતી અને વધુમાં કહ્યું હતું કે યુએસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને બંને પક્ષોએ સરહદ વિવાદ પર ચર્ચા કરવા માટે હાલની દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવો જોઈએ,અમને ખુશી છે કે અથડામણ પછી બંને પક્ષો તરત જ  ખસી ગયા.

ઉલ્લેખનીય છે કે સંસદમાં પણ આ મુદ્દો વિરોધપક્ષ દ્રારા ઉઠાવવામાં આવ્યો હતો રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય સેનાના જવાનોએ 9 ડિસેમ્બરના રોજ અરુણાચલના તવાંગ સેક્ટરના યાંગત્સે સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરતા ચીની સેનાને બહાદુરીથી રોકી હતી.રૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં શુક્રવારે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં બંને તરફના સૈનિકોને સામાન્ય ઈજા થઈ હતી. ભારતીય જવાનોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. અથડામણમાં ઘાયલ થયેલા ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈનિકોની સંખ્યા કરતા વધુ છે, આ રીતે ભારતીય સેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાસ્થિતિ બદલવાના ચીની સેનાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.