Site icon Revoi.in

ચીન સાથે તણાવની સ્થિતિ વચ્ચે ભારતીયો દ્રારા ચીનના ઉત્પાદનનો અને એપ્લિકેશનનો બહિષ્કાર કરવાનું વધ્યું પ્રમાણ

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક વર્ષથી ચીન અને ભારતના સંબંધોમાં તણાવની સ્થિતિ જોવા મળે છે ત્યારે ડિસેમ્બર મહિનામાં પણ અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ચીન અને ભારતના સેનિકો સાથે અથડામણ સર્જાય હતી.ત્યાર બાદ જો કે ભારતના લોકોએ ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો છે.

દેશમાં ચાઈનીઝ ઉત્પાદનોની હાજરી વચ્ચે ભારતીયો પણ માને છે કે સ્વદેશી ઉત્પાદનો ચાઈનીઝ માલ કરતાં વધુ સારા છે. જોકે, તાજેતરની ઘટના બાદ તેમનામાં ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની ઘટનાઓ વધી રરહી છે.

સર્વેક્ષણ એજન્સી લોકલ સર્કલ્સે એ ભારતીયો ચાઈનીઝ સામાન વિશે શું વિચારે છે અને તેમણે તેના પર કેટલો પ્રતિબંધ મૂક્યો છે. આ સર્વેમાં ભારતના 319 જિલ્લાના 40 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
જ્યારે છેલ્લા એક વર્ષનો રેકોર્ડ પર નજર કરાઈ ત્યારે જાણવા મળ્યું કે ભારતીયોએ ખરીદેલી ચીની પ્રોડક્ટ્સમાં સૌથી વધુ ગેજેટ્સનો જ  સમાવેશ થયો છે. આ પછી તહેવારો પર ડેકોરેશન માટે વપરાતી ઉત્સવની લાઇટનો સમાવેશ કરવામાં આવ્યો.સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોના મોબાઈલમાં ચાઈનીઝ એપ્લિકેશનની સંખ્યામાં ઘટાડો થયો છે. 59 ટકા ભારતીયો કહે છે કે તેમના મોબાઈલમાં એક પણ ચાઈનીઝ એપ નથી. તે જ સમયે, 22 ટકા લોકોએ કહ્યું કે તેમના મોબાઈલમાં માત્ર 1 થી 2 ચાઈનીઝ એપ્સ છે.
આ સર્વેમાં  એમ પણ જાણવા મળ્યું કે 63 ટકા પુરુષો અને 37 ટકા મહિલાઓ હતી. સર્વે અનુસાર, તવાંગની ઘટના બાદ 58 ટકા ભારતીયોએ મેડ-ઈન-ચાઈના ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો હતો આ સાથે જ  28 ટકા ભારતીયો માને છે કે જો ગુણવત્તા, કિંમત અને ગ્રાહક સેવાને જોવામાં આવે તો ભારતીય ઉત્પાદનો વધુ સારા છે.
Exit mobile version