Site icon Revoi.in

ચીન સાથેના તણાવ વચ્ચે  નૌસેના લીઝ પર રાખ્યા બે અમેરિકી પ્રીડેટર ડ્રોન- સીમા પર રાખશે બાજ નજર

Social Share

દિલ્હીઃ- એક તરફ પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને લઇને ચીન સાથે તણાવ  ચીલી રહ્યો છે તો બહીજી તરફ  ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો ગાઢ બનતા જોવા મળી રહ્યા  છે. નૌસેનાએ હિંદ મહાસાગર વિસ્તારમાં સર્વેલન્સ માટે અમેરિકન કંપની પાસેથી લીઝ પર બે પ્રિડેટર ડ્રોન લીધા છે. આ ડ્રોન પૂર્વ લદ્દાકમાં એલએસી પર બાજ નજર ખાવા માટે તૈનાત કરવામાં આવી શકે છે.

ચીન સાથેના ચાલી રહેલા તણાવની સ્થિતિનને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવેલી ઇમર્જન્સી પ્રોક્યુમેન્ટ પાવર હેઠળ નૌસેના દ્વારા આ યુએસ ડ્રોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ બંને ડ્રોન નવેમ્બરના બીજા અઠવાડિયામાં આવી પરહોંચ્યા હતા અને 21 નવેમ્બરના રોજ નૌસેનાના આઈએનએસ રઝાલી બેઝ પર ફ્લાઈંગ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ સાથે જ ડ્રોન કાર્યરત થઈ ચટૂક્યા છે. 30 કલાકથી પણ વધુ સમય સુધી આકાશમાં રહેવાની ક્ષમતા ઘરાવે છે જે દરિયાઇ શક્તિ માટે ખૂબ કારગાર સાબિત થશે. આ ડ્રોનનું સ્ચાલન કરવા માટે કંપની તરફથી અમેરિકન ક્રૂ પણ મોકલવામાં આવ્યા છે જે આ ડ્રોનને સંચાલિત કરવામાં નેવીને મદદ કરશે.

ચીન સાથેના તણાવ વચ્ચે યુએસ અને ભારતનીા સંબંઘો ગાઢ બન્યા