Site icon Revoi.in

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે FATFની કાર્યવાહી – રશિયાનું સભ્યપદ કર્યું રદ

Social Share

દિલ્હીઃ- છેલ્લા એક વરક્ષથી રશિયા યુક્ેન સાથે યુદ્ધ કરી રહ્યું છે અનેક વખત હુમલાઓ કરીને યુક્રેનમાં તબાહી મચાવી છે ત્યારે હવે  ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ યુક્રેન સામે યુદ્ધ કરવા બદલ રશિયાનું સભ્યપદ રદ કર્યું હતું.

FATFએ કહ્યું કે રશિયાની કાર્યવાહી અસ્વીકાર્ય છે અને FATFના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે. FATFનો ઉદ્દેશ્ય વૈશ્વિક સિસ્ટમની સુરક્ષા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવાનો છે. રશિયા આંતરરાષ્ટ્રીય સહયોગ અને પરસ્પર પ્રતિબદ્ધતાનું ગંભીરપણે ઉલ્લંઘન કરે છે.

FATFએ વિતેલા દિવસે  એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયાની કાર્યવાહી અસ્વીકાર્ય છે અને FATFના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. પેરિસમાં FATFની બેઠક યોજાઈ મળતી માહિતી મુજબ શુક્રવારે પેરિસમાં યોજાયેલી FATFની બેઠક બાદ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

આ સાથએ જ આ જીર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેન પર રશિયાના ગેરકાયદેસર, ઉશ્કેરણી વગરના અને ગેરવાજબી પૂર્ણ સ્તરના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થયું છે. FATF યુક્રેનના લોકો પ્રત્યે તેની ઊંડી સહાનુભૂતિનો પુનરોચ્ચાર કરે છે અને હુમલાને કારણે થયેલા  જાનહાનિ અને વિનાશની સખત નિંદા કરે છે.

Exit mobile version