Site icon Revoi.in

યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતે રશિયાને નિકાસ કરવાનું શરુ કર્યું – રાઈસ,ચા પત્તી અને કોફી જેવી વસ્તુઓની સપ્લાય કરાઈ

Social Share

દિલ્હીઃ- રશિયા દ્રારા સતત યુક્રેન પર હુમલાની ઘટના હાલ પણ શરુ છે આવી સ્થિતિમાં યુક્રેન વિશ્વભરના દેશો પાસે રશિયાની ફરીાદ કરી રહ્યું છે ત્યારે હવે મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો આ સમગ્ર સ્થિતિ વચ્ચે ભારતે રશિયા સાથેની નિકાસ શરકુ કરી દીધી છે.યુક્રેન યુદ્ધ વચ્ચે એક મોટું પગલું ભરતાં ભારતે રશિયામાં નિકાસ ફરી શરૂ કરી છે. રશિયાના કહેવા પર, ભારતીય ઉદ્યોગે ચા, ચોખા, ફળો, કોફી, દરિયાઈ ઉત્પાદનો અને કન્ફેક્શનરીની નિકાસ ફરી શરૂ કરી.

જાણકારી પ્રમાણે આ શિપમેન્ટ ગયા મહિને શરૂ થયું હતું. જો કે ઈન્શ્યોરન્સમામં સમસ્યાઓ અને કન્ટેનરની ઊંચી કિંમત જેવા બાહ્ય પરિબળોને કારણે  સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવા છતાં, બે રશિયન બેંકો – સર્બેંક અને અલ્ફા દ્વારા ચુકવણી કરવામાં આવી રહી છે.જેથી ભઆરત તરફથી પણ પુરતો જથ્થો સપ્લાય થી રહ્યો છે.

ટ્રિબ્યુન અહેવાલ પ્રમાણે ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતકાળની નિકાસમાં બિન-બાસમતી ચોખાના 100 થી વધુ કન્ટેનર અને દરિયાઈ ઉત્પાદનો અને કન્ફેક્શનરીના કન્ટેનરનો સમાવેશ થાય છે, ભારતીય નિકાસકારો માટે રશિયામાં તેમનો માલ સ્થાપિત કરવાની વિશાળ તકો ખુલી છે.

ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીએ યુક્રેનના આક્રમણ બાદ રશિયામાં નિકાસ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ યુદ્ધની શરૂઆત પહેલા રશિયામાં લગભગ રૂ. 2,000 કરોડની શિપમેન્ટ રોકી દેવામાં આવી હતી કારણ કે પશ્ચિમી પાબંધિઓને કારણે રશિયા SWIFT બેન્કિંગ સિસ્ટમથી ડિસ્કનેક્ટ થઈ ગયું હતું.જો કે, નિકાસકારો અને ભારત સરકારે હાલની ચેનલો દ્વારા પોતાનું કામ શરુ ફીરીથી કર્યું છે જેના દ્વારા યુરોપિયન દેશો રશિયા સાથે વેપાર કરી રહ્યા છે.

Exit mobile version