Site icon Revoi.in

વાયરલ ઈન્ફેક્શનના વધતા કેસો વચ્ચે આ રીતે બાળકોની ખાસ રાખો કાળજી, બીમારીથી બચાવો તમારા બાળકોને

Social Share

હાલ બેવળી ઋતુનો આપણે સૌ કોઈ અનુભવ કરી રહ્યા છે આવી સ્થિતિમાં વાયરલ ઈન્ફએક્શન ખાસી શરદીના કેસોમાં સતત વધારો થી રહ્યો છએ ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને વાયરલ ઈન્ફએક્શન જલ્દી લાગે છે જેથી કરીને તમારા ઘરમાં જો બાળકો હોય તો તેની ખાસ કાળજી લેવી જોઈએ.

બદલતી સિઝનમાં ખાસ બાળકોમાં દિવસોમાં એડિનોવાયરસ ઝડપથી  પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ વાયરસથી પીડિત બાળકોમાં તાવ, વહેતું નાક, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે આવી સ્થિતિમાં  તમે અનેક રીતે બાળકને આ બીમારીઓથી બચાવી શકો છો.

ઉનાળાની ઋતુ હમણાં જ શરૂ થઈ છે. આવી સ્થિતિમાં તમારા બાળકને બને એટલું પાણી પીવડાવો. પાણી પીવાથી શરીરનું તાપમાન બરાબર રહે છે અને ચેપનો ખતરો ઓછો થાય છે. આ સિવાય રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે બાળકને ફળોનો રસ પણ આપી શકો છો.

આ સાથે જ જો તમારા ઘરમાં કોઈને ઉધરસ કે તાવ હોય તો તમારા બાળકને આવા વ્યક્તિથી દૂર રાખો, કારણ કે વાયરલ તાવમાં, ચેપ ખાંસી અને છીંક દ્વારા અન્ય લોકો સુધી પહોંચે છે.

જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય. કોઈપણ રીતે, પછી ચેપની શક્યતા વધી જાય છે. જેથી કરીને બાળકોના ખાનપાનનું પૂરેપૂરું ધ્યાન રાખો, તેમને પૌષ્ટિક ખોરાક આપો, તેમને એવો ખોરાક આપો કે જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે.

બાળકોને આહારમાં ખાસ કરીને લીલા શાકભાજી, દૂધ, ફળોના રસ દ્વારા બાળકોને ઉર્જાવાન રાખો. જંક ફૂડ અને સોડા, ચિપ્સ, ચોકલેટ કૂકીઝ જેવા નાસ્તાનું સેવન મર્યાદિત કરો.છંડા પીણાથી પણ બાળકોને બને ત્યા સુધી દૂર જ રાખો ફ્રીજનું પાણી પણ ન આપો.

બને ત્યા સુધી બાળકોને રાત્રે સુતી વખતે એક વખત વિક્સ વાળઈ સ્ટિમ લેવડાવી દો જેથી બાળકને શરદી નહી થાયબાળકોને કોઈપણ પ્રકારના ચેપથી દૂર રાખવા માટે સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. ઘરમાં મચ્છરનો નિકાલ કરી દો, મચ્છર કરડે નહી તેવા ઉપાય કરો.બને તો ઘરમાં ઘૂપ કરવાનું રાખો.