Site icon Revoi.in

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનની તબિયત બગડી

Social Share

મુંબઈ: હંમેશા ચર્ચામાં રહેતા અને સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેલા બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની  વિતેલી સાંજે તબિયત બગડી  હતી જેને લઈને તેમના પ્રસંશકોમાં ચિંતા વ્યાપી છે.

જો કે અમિતાભ બચ્ચનને શું થયું છે તે મામલે કોઈ વિગત બહાર આવી નહોતી પરંતુ પોતે અમિતાભ બચ્ચને તેમના  વિશે  માહિતી આપતા બ્લોગ પર જણાવ્યું છે કે તેમને સર્જરી કરાવવી પડી શકે છે, જો કે સર્જરી અંગે પણ બીગબિ એ કોઈ માહિતી નથી આપી.

આ સમગ્ર મામલે પોતે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા  બચ્ચને વિતેલા દિવસની સાંજે પોતાના બ્લોગ પર માત્ર એક જ લાઈનમાં લખ્યું હતું જે લખાણથી ચાહકો ચિંતામાં મૂક્યા છે, અમિતાભ બચ્ચને લખ્યું છે કે, તેમની તબિયત ખરાબ થઈ છે અને સર્જરી કરાવવી પડશે. બચ્ચને પોતાના બ્લોગમાં એક જ લાઈન લખી છે કે, મિડેકલ કંડિશન,સર્જરી….મેં લિખ નહીં સકતા. એબી.

ઉલ્લેખનીય છે કે હાલ થોડા મહિના પરહેલા પણ અમિતાભ બચ્ચની તબિયતક બગડી હતી, જો કે અમિતાભ બચ્ચન હંમેશા તેમના સ્વાસ્થ્યનું ધ્યાન આપતા રહે છે. ત્યારે હવે ચાહકોને એ વાતનો ઈંતઝાર છે કે બિગબી શેનું ઓપરેશન કરાવનાર છે.

-સાહીન

Exit mobile version