Site icon Revoi.in

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 2021ની આ રીતે ઉતારી નજર

Social Share

મુંબઈ: વર્ષ 2020 પૂર્ણ થવામાં માત્ર ગણતરીના જ દિવસો બાકી છે અને બસ થોડા જ દિવસોમાં નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આ વર્ષને જોતા અમિતાભ બચ્ચને પહેલેથી જ આવતા વર્ષને ખરાબ નજરથી બચાવવા ઉપાય શોધી લીધો છે. ખરેખર, બીગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે એક ફની પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં તમે જોશો કે, વર્ષ 2021 લખાયેલું છે અને તેના પર લીંબુ-મરચા લટકાવેલા છે. આ પોસ્ટ સાથે બિગ બીએ લખ્યું કે, दो हज़ार बीस के अंत पर ,अब कुछ ही दिन तो बाक़ी है.. नज़र ना लगे,इक्कीस वाली टंगड़ी पर भाईया,नीबु मिर्ची टांग दे !!!!

બિગ બી ની પોસ્ટ પર ફેંસની સાથે બોલીવુડના સેલેબ્સે પણ ઘણી કમેન્ટ કરી છે, જ્યારે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં બિગ બી સાથે નજર આવનાર મોની રોયે કમેન્ટ બોક્સમાં હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું છે

આ વર્ષ બિગ બી માટે પણ થોડું મુશ્કેલ ભર્યું રહ્યું હતું. ખરેખર બિગ બી, પુત્ર અભિષેક, પુત્રવધૂ એશ્વર્યા અને પૌત્રી આરાધ્યા બચ્ચન કોરોના સંક્રમિત જાણવા મળ્યા હતા. જેના કારણે ચારેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

બિગ બીની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં તે ફેમસ શો કૌન બનેગા કરોડપતિની 12મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. તેણે હાલમાં જ અજય દેવગણની ફિલ્મ ડે માટે સાઇન કરી છે. આ ફિલ્મમાં અજય દેવગણ અને રકુલ પ્રીત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે અજય દેવગણ એક્ટિંગની સાથે આ ફિલ્મનું નિર્દેશન પણ કરી રહ્યા છે. આ સિવાય બિગ બી ‘બ્રહ્માસ્ત્ર’, ‘ચેહરે’ અને ‘ઝુંડ’ જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ પાત્રો ભજવતા જોવા મળશે.

‘બ્રહ્માસ્ત્ર’ એક મોટા બજેટની મૂવી છે. તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. તે એક સુપરહીરો ફિલ્મ છે ,જેનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે. એવી ચર્ચા છે કે, આ ફિલ્મમાં મોની રોય નેગેટીવ પાત્રમાં જોવા મળશે.

-દેવાંશી