Site icon Revoi.in

અમિતાભ બચ્ચને ‘અંગદાન’ કરવાના લીધા શપથ– સોશિયલ મીડિયામાં છવાયા બિગીબી

Social Share

બોલિવૂડ સુપર સ્ટાપ એમિતાબ બચ્ચનએ પોતાના અંગોને દાન કરવાનું એલાન કર્યું છે,બિગબી અનેક મુસીબતોમાં તેમના પ્રશંસકો સાથે મદદે ઊભા રહેતા જોવા મળે છે અને મદદ કરવા તત્પર રહેતા શહેનશાહએ અંગોનું દાન કરવાનું એલાન કરતા સમગ્ર સોશિયલ મીડિયામાં તેમના વખાણ થઈ રહ્યા છે.

શહેનશાહ એ તેમા ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, તેમના આ ફોટોમાં તેમના કોટ પર એક ગ્રીન કલરની નાની રીબિન લાગેલી જોવા મળી રહી છે,આ ફોટોને શેર કરતા બિગબીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, “હું  સપથ લઈ ચૂક્યો છુ, અંગદાતા છું, મેં આ ગ્રીન રિબીન તેની પવિત્રતા માટે પહેરી છે”.

બિગબીની આ ટ્વિટ ખુબ જ વાયરલ થઈ રહી છે, લોકો તેમના વખાણ કરતા થાકી નથી રહ્યા,તે સાથે આ પોસ્ટ પર લાખો કોમોન્ટસ પણ આવી રહી છે, તેમના આ ટ્વિટ જોઈને કેટલાક તેમના ચાહકો પણ તેમના અંગદાન કરવાના રસ્તે ચાલતા જોવા મળ્યા છે, લોકો તેમના ટ્વિટ પર રિટ્વિટ  કરીને તેઓ પણ અંગદાતા બનશે તેમ બિગીબીને જણાવી રહ્યા છે,

હાલ ઘણા સમયથી ‘કોન બનેગા કરોડપતિ;ને શો ને લઈને બિગબી ચર્ચામાં હતા ત્યારે સોમવારના રોજથી બિગબીનો આ શો પ્રાસરિત કરવામાં આવી ચૂક્યો છે, ઉલ્લેખનીય છે કે બિગબી બોલિવૂડના મહાન કલાકાર છે તેમની નાની મોટી દરેક વાત તેમના ચાહકોને ખુબ અસર કરી જાય છે.ત્યારે હવે તેમના અંગદાન કરવાના નિર્ણયથી પણ તેમના ચાહકો પ્રભાવિત થઈને તેમના માર્ગે ચાલવાનું ચોક્કસ નક્કી કરે તે વાતમાં નવાઈ નહી હોય.

સાહીન-

Exit mobile version