Site icon Revoi.in

વિશ્વના સૌથી પ્રદુષિત શહેરોમાં ભારતના શહોરોના પણ સમાવેશ – પ્રદુષણ મામલે દિલ્હી મોખરે 

Social Share

શિયાળો આવતાની સાથે જ પરાળી સળગાવાની ઘટનામાં વધારો થાય છએ ખાસક કરીને પંજબા .હરિયાણા જેવા દિલ્હીની આજુબાજૂના વિસ્તારમાં આ વધુ જોવા મળે છે  જેને લઈને હવા પ્રદુષણ વધતુ જોવા મળે છે.આ સાથે જ ઉત્પાદન ફેક્ટરિઓના કારણે પણ હવા પ્રદુષિત બને છે.આ મામલે ભારતમાં દિલ્હી મોખરે છે.દિલ્હી સતત ચોથા વર્ષે દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઇ છે. 

વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2021 પ્રમાણે જોવા જઈએ તો પ્રદુષણ મામલે બીજા નંબરે બાંગલા દેશના ઢાકાનો સમાવેશ થાય છે, સાથે જ નજામિનાનું ચાડ અને ઓમાનું મસ્કટ પણ યાદીમાં જોવા મળે  છે. સૌથી વધુ પ્રદૂષિત શહેરોની વાત કરીએ તો પ્રથમ સ્થાન પર ભિવાડી અને બીજા ક્રમ પર ગાજિયાબાદ જોવા મળ્યું છે.પ્રદુષણ મામલે ત્રીજા નંબર પર ચિનના શિનજિયાંગ રીઝનનો ઉત્તર-પશ્વિમી શહેર હોટન  જોવા મળે છે. 

આ બાબતે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં 6હજાર 475 શહેરોના પોલ્યૂશન ડેટા સર્વેમાં  કરાયો છે  જે તમામે તમામ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એર ક્વોલિટી સ્ટાડર્ડ્સમાં ખરા ઉતરતા જોવા મળ્યા ,જો કે આ બાબતે માત્ર ન્યૂ કેલેડોનિયા, યૂએસ વર્જિન આઇસલેંડ્સ અને પ્યુર્ટો રિકો WHO PM2.5 એર ક્વોલિટી ગાઇડલાઇન્સ પર ખરા ઉતર્યા છે. 

આ સાથે જ ટોપ 15 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 10 ભારતમાં છે અને સૌથી વધારે રાષ્ટ્રીય રાજધાનીની આસપાસ છે. ટોપ 100 સૌથી પ્રદૂષિત સ્થળોની યાદીમાં ભારતનો 63 ક્રમ છે. અડધાથી વધુ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં છે.

દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની છે. જેમાં ગત વર્ષની તુલનામાં લગભગ 15 ટકા વધારો થયો છે. અહીં વાયુ પ્રદૂષણનું સ્તર ડબ્લ્યૂએચઓની સેપ્ટી લિમિટથી લગભગ 20 ગણું વધારે હતું, દિલ્હીનું વાયુ પ્રદૂષણ વિશ્વ સ્તર પર ચોથા ક્રમ પર છે