Site icon Revoi.in

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બનાવવામાં આવેલી ઉત્તરપ્રદેશની ઝાંખીને મળ્યું પ્રથમ સ્થાન

Social Share

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બનાવવામાં આવેલી ઉત્તરપ્રદેશની ઝાંખીને પ્રથમ સ્થાન મળ્યું છે. આ વખતે પરેડમાં યુપી તરફથી રામ મંદિરના મોડેલની એક ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ઝાંખીને દેશની અન્ય ઝાંખીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી છે. રક્ષામંત્રી તેને પુરુસ્કાર આપીને સન્માનિત કરશે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની ભવ્યતાને દિલ્હી રાજપથથી સમગ્ર વિશ્વએ જોઈ રહ્યુ છે. આ ઝાંખીએ તમામનું મન મોહી લીધું છે. આ વખતે યુપીએ રાજપથ પર પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે ઉત્તરપ્રદેશને બીજું સ્થાન મળ્યું હતું.

ઉત્ત પ્રદેશના અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે કહ્યું કે, ઉત્તરપ્રદેશની ઝાંખીમાં અહિયાંનો જૂનો વારસો અને સંસ્કૃતિની ઝલક બતાવી છે. અયોધ્યામાં બનાવવામાં આવી રહેલા રામ મંદિરના મોડેલમાં રામાયણના દ્રશ્યો અને વાલ્મિકી રામાયણ લખતા બતાવવામાં આવ્યા છે. રામજી શબરીના જુઠ્ઠા બોર ખાતા બતાવવામાં આવ્યા છે. તેના ગીતની થીમને આના પર પસંદ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશની ઝાંખીને પ્રથમ સ્થાન મળ્યા પર ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. કેન્દ્રીયમંત્રી કિરણ રિજિજુએ ગણતંત્ર દિનની પરેડમાં દેખાડવામાં આવેલ ઉત્તરપ્રદેશની ઝાંખીને પ્રથમ, ત્રિપુરાની ઝાંખીને દ્રિતીય અને ઉત્તરાખંડની ઝાંખીને તૃતીય પુરુસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ઉત્તરપ્રદેશના માહિતી નિયામક શિશિરે પ્રદેશ તરફથી પ્રસ્તુત કરવામાં આવેલ રામ મંદિર મોડેલની ઝાંખીને પ્રથમ પુરુસ્કાર મળવાની માહિતી આપી હતી. તેમણે ટવિટ કર્યું કે, આ વર્ષે ગણતંત્ર દિનમાં ઉત્તરપ્રદેશની ભવ્ય ઝાંખીને પ્રથમ સ્થાન મેળવવાની તક મળી છે.આખી ટીમને હાર્દિક અભિનંદન. ગીતકાર વીરેન્દ્ર સિંહનો વિશેષ આભાર. તેમણે કહ્યું કે, તમામએ રામ મંદિર મોડેલને પ્રથમ સ્થાન મળવા પર હાર્દિક શુભેચ્છા આપી. આવી પ્રશંસાથી કાર્ય કરવાની પ્રેરણા મળી છે. તેમણે કહ્યું કે, યુપીને બે વર્ષથી એવોર્ડ મળી રહ્યો છે. જોકે, ગત વર્ષે બીજું સ્થાન મળ્યું હતું. આ વખતે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

પ્રજાસત્તાક દિનના દિવસે રાજપથ પર રામ મંદિર મોડેલની ઝાંખી પહોંચી ત્યારે તેનો વિડીયો અને તસવીરો ઇન્ટરનેટ પર ફેલાઈ હતી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઝાંખીની તસવીર તેમના ટ્વિટર પર પોસ્ટ કરી. તસવીર પોસ્ટ કરતાં મુખ્યમંત્રીએ લખ્યું કે, જ્યાં અયોધ્યા સિયારામની, સમાનતાનો સંદેશ, કલા અને સંસ્કૃતિની ભૂમિ, ધન્ય ધન્ય ઉત્તર પ્રદેશ.

રાજપથની આ ઝાંખીમાં અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિર સહિત વિવિધ દેશોના સંસ્કૃતિ, પરંપરા, કલા અને અયોધ્યા અને ભગવાન રામ સાથેના સંબંધો દર્શાવવામાં આવ્યા હતા. આ સાથે જ યોગી દ્વારા 2018થી શરૂ કરાયેલ ભવ્ય દીપોત્સવ બતાવવામાં આવશે. તો, અન્ય ભીતિ ચિત્રોમાં ભગવાન રામ નિષાદરાજને ભેટીને, શબરીના જુઠ્ઠા બોર ખાતા, અહલ્યાને ઉધ્દ્વાર,હનુમાન દ્વારા સંજીવની બૂટી લાવવામાં આવી, જટાયુ-રામ સંવાદ, લંકા નરેશની અશોક વાટિકા અને અન્ય ઝલકને પણ દેખાડવામાં આવી છે.

-દેવાંશી

Exit mobile version