Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ, મુંબઈમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત

Social Share

મુંબઈઃ- દેશભરમાં આજે ગણેશ વિસર્જન કરવામાં આવશે આજરોજ આનંદ ચૌદસનો દિવસ છે ત્યારે ઠેર ઠેર વિસર્જનની તૈાયારીઓ થઈ ચૂકી છએ ખાસ કરીને ગણેશજીનો આ પર્વ મહારાષ્ટ્રમાં ખૂબ જ ઘામઘૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજના આ દિવસે મહારાષ્ટ્રના મુંબઈમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છએ.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મુંબઈમાં 19 હજારથી પણ વઘુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છએ ખાસ કરીને જ્યાં જ્યાંથી ગણેશજીને નિકાળવામાં આવશે તેવા માર્ગો પર પોલીસની બાજ નજર રહેશે જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન બને.

મુંબઈ પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર, ગણેશ ઉત્સવ (ને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સમસ્યાને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. મુંબઈમાં 19થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ગણેશજીનો આ પર્વની ઉજવણી માટે ઠેર ઠેરથી દેશભરમાંથી લોકો મુંબઈ આવતા હોય છે ખાસ કરીને અહી વિસર્જનને લઈને મોટી સંખ્યામાં ભીડ જમા થાય છે ત્યારે

મુંબઈમાં કુલ 2,729 સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને પંડાલ બનાવીને જાહેરમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સંપૂર્ણ રીતે તૈયાર છે.   ગણેશ ઉત્સવ દર વર્ષે મુંબઈ, થાણે, રત્નાગિરી, સિધુદુર્ગ અને રાયગઢ જિલ્લામાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તહેવારોની ભીડને કારણે કોંકણ રેલવેએ ઘણી વિશેષ ટ્રેનો પણ દોડાવી છે.