Site icon Revoi.in

પૂર્વજોનું આ જગ્યા પર કરવું જોઈએ પિંડ દાન

Social Share

પિતૃઓની આત્માને શાંતિ મળે તે માટે લોકો અનેક પ્રયાસ કરતા હોય છે. કેટલાક લોકો મોટી સંખ્યામાં દાન પૂણ્ય કરતા હોય છે તો કેટલાક લોકો શ્રાદ્ધના દિવસોમાં ખાસ પ્રકારની વિધિપૂજા પણ કરાવતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે પિંડ દાનની તો માન્યતા અનુસાર આ જગ્યા પર પિંડ દાન કરવાથી પૂર્વજોની આત્માને મળે છે શાંતિ અને મોક્ષ.

વારાણસી કે જે ઉત્તરપ્રદેશમાં સ્થિત એક ધાર્મિક સ્થળ છે. ત્યાં દુનિયાભરના લોકો પિંડદાન અને શ્રાદ્વ માટે આવે છે. બોધ ગયા કે જે બિહારમાં આવેલું ધાર્મિક સ્થળ છે. ત્યાંની પાલ્ગુ નદીના તટ પર પિંડદાન કરવામં આવે છે. લોકો આ પવિત્ર નદીમાં ડૂબકી પણ લગાવે છે.
આ ઉપરાંત જગન્નાથ પુરી – તે ઓડિસામાં સ્થિત છે. આ સ્થળ પિંડ દાન માટે જાણીતું છે. આ સ્થળ મહાનદી અને ભાર્ગવી નદીના તટ પર સ્થિત છે. આ સંગમને પવિત્ર અને પિંડ દાન માટેનું આદર્શ સ્થાન માનવામાં આવે છે અને કેટલાક લોકો અયોધ્યામાં પણ પિંડ દાન કરતા હોય છે. તે ભગવાન રામનું જન્મ સ્થળ છે. તે પિંડ દાનના સૌથી લોકપ્રિય સ્થળમાંથી એક છે. ત્યાં પવિત્ર સરયૂ નદીના કિનારે ભાત કુંડ છે. ત્યા હિન્દુ બ્રાહ્મણ અનુષ્ઠાન કરતા હોય છે.