Site icon Revoi.in

આંધ્રપ્રદેશઃ મુખ્યમંત્રી જગન રેડ્ડીએ મંત્રીમંડળનું કર્યુ વિસ્તરણ, 13 નવા ચહેરાઓને મળ્યું સ્થાન

Social Share

મુંબઈઃ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ રાજ્ય કેબિનેટનું પુનર્ગઠન કર્યું હતું, જેમાં 13 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે અને 11 લોકોને ફરીથી તક આપવામાં આવી છે. વરિષ્ઠ ધારાસભ્ય ધર્મના પ્રસાદ રાવને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ કેબિનેટમાં સામેલ કરાયેલા સૌથી વરિષ્ઠ મંત્રી છે. રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને રાજધાની અમરાવતીમાં રાજ્ય સચિવાલય નજીક એક જાહેર સમારંભમાં મંત્રીમંડળના 25 સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

નવી કેબિનેટની રચના સંપૂર્ણપણે જાતિ અને સમુદાયના આધારે કરવામાં આવી છે, જેમાં 10 મંત્રીઓ પછાત વર્ગના છે. મુખ્યમંત્રી સહિત લઘુમતી સમુદાયમાંથી બે, પાંચ અનુસૂચિત જાતિ (SC) અને એક અનુસૂચિત જનજાતિ (ST)માંથી છે. કેબિનેટમાં રેડ્ડી અને કાપુ સમુદાયના ચાર-ચાર લોકોને સામેલ કરવામાં આવ્યા છે. કેબિનેટમાં ચાર મહિલા સભ્યો છે જેમાંથી એકને બીજી તક આપવામાં આવી છે. કમ્મા, ક્ષત્રિય અને વૈશ્ય સમુદાયો, જેઓ અગાઉના મંત્રીમંડળમાં એક-એક પ્રતિનિધિ હતા, હવે તેમાંથી સંપૂર્ણપણે બહાર છે. ફરીથી બ્રાહ્મણ સમુદાયમાંથી કોઈને તક આપવામાં આવી ન હતી. રાજ્યના 26 જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા સાતને નવા મંત્રીમંડળમાં કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી. શાસક YSR કોંગ્રેસે તેને “સામાજિક મંત્રીમંડળ” તરીકે વર્ણવ્યું છે, જેમાં અન્ય પછાત વર્ગો (OBC), SC, ST અને લઘુમતી સમુદાયોના 70 ટકા પ્રતિનિધિઓ છે.

Exit mobile version