Site icon Revoi.in

આંઘ્રપ્રદેશ સરકારની જાહેરાત – ત્રણ રાજધાની બનાવવા વાળો કાયદો પાછો ખેંચશે

Social Share

 

દિલ્હીઃ-આંઘ્ર પ્રદેશ રાજ્યના કાયદા વિભાગે નવા અધિનિયમોનો પ્રભાવ લાગુ કરવા ગેજટ અધિસુચના ઘણા સમય પહેલા જાહેર કરી હતી, પરંતુ સરકારે પોતાની ત્રણ પાટનગરની યોજનાને વાસ્તવિક્તામાં બદલ્યા પહેલા કાયદાકીય અવરોધો સામે ઝઝુમવું પડ્યું હતું ,છેવટે હવે કાયદો પરત ખેંચી લેવાની જાહેરાત કરાઈ છેે

કોરોના કાળ પહેલા આંઘ્ર પ્રદેશની ત્રણ રાજઘાની વાળી બાબત ખૂબ ચર્ચામાં હતી  ત્યારે હવે આંધ્ર પ્રદેશ સરકારે ત્રણ રાજધાની શહેરો માટે માર્ગ મોકળો કરતા કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે.

આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ, આંધ્ર પ્રદેશ રાજ્યના એડવોકેટ જનરલ સુબ્રમણ્યમ શ્રીરામે વિવાદાસ્પદ કાયદાઓને પરત ખેંચવાના સરકારના નિર્ણય અંગે હાઈકોર્ટને સંપૂર્ણ માહિતી આપી છે.

અમરાવતીને રાજ્યની રાજધાની તરીકે વિકસાવવાના અધિકારને સમાપ્ત કરવા માટે અગાઉની તેલુગુ દેશમ પાર્ટી દ્વારા 2015માં આંધ્ર પ્રદેશ કેપિટલ રિજન ડેવલપમેન્ટ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. આમ  વિશાખાપટ્ટનમ, કુર્નૂલ અને અમરાવતી ખાતે એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયલ અને લેજિસ્લેટિવ કેપિટલ્સની સ્થાપના કરવા માટે એપી વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોનો સમાવેશક વિકાસ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.જો કે હવે આ કાયદો સરકારક પરત ખેંચી રહી છે.