Site icon Revoi.in

‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ રેન્કિંગમાં પ્રથમ નંબરે આંઘ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશનો સમાવેશ બીજા સ્થાન પર

Social Share

કેન્દ્રીય નાણા મંત્રી સીતારમણે અને વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ એ શનિવારના રોજ રાજ્ય વેપાર રિફોર્મ પ્લાન વર્ષ 2019 રેન્કિંગ અટલે કે ઈઝ ઓફ ડૂઈંગમાં અનેક રોજ્યોના રેન્ક જારી કર્યા હતા, દશેમાં કારોબારની સ્થિતિને વધુ શ્રેષ્ઠ બનાવાની દિશામાં બિઝનેસ સુધારાના કાર્યોની યોજના લાગુ કરવાના આધારે આ રેન્કિંગ રજુ કરવામાં આવ્યા છે, આ દરમિયાન કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર રહ્યા હતા.

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસનો મુખ્ય હેતુ નિવેશકોને ઘરે બેઠા જ બધી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હોય છે. જેથી તેમને વ્યાપાર કરવામાં સરળતા રહે, જેમાં અનેક વિભાગોની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવી, ઓનલાઈન ફિ જમા કરાવવી, નક્કી સમય સીમાની અંદર સેવાઓ આપવી, ઉદ્યોગથી સંબંધિત મામલાઓનું સંરક્ષણ કરવા માટે અલગથી વાણિજ્ય વિવાદ ન્યાયાલની રચના કરવી, શ્રમ કાયદાઓને સરળ બનાવવા, પર્યાવરણ ક્લીયરન્સ વગેરે તમામ સુવિધાઓ પર વિશ્વ બેંક દ્વારા સર્વે કરવામાં આવે છે.

રાજ્યોની ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગમાં ટોપ પર આઘ્રપ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે, છેલ્લી વખત આ રેન્કિંગ વર્ષ 2018મા રજુ કરવામાં આવી હતી, તે સમય દરમિયાન પર ટોચના સ્થાને આંઘ્ર પ્રદેશ જ રહ્યું હતું ,ત્યારે વર્ષ 2019ના રેન્કિંગમાં પણ પ્રથ સ્થાને આંઘ્રપ્રદેશ તો બીજા સ્થાને ઉત્તર પ્રદેશનો સમાવેશ થયો છે તો ત્રીજુ સ્થાન તેલંગણાનું આવ્યું છે.

સાહીન-