Site icon Revoi.in

એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરનારાએ ન કરવી જોઈએ આવી ભૂલ

Social Share

આજના સમયમાં સ્માર્ટફોન-સ્માર્ટફોન કરીને બધા લોકો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા છે. લગભગ મોટાભાગના લોકો અત્યારે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે પણ સ્માર્ટ ફોન ક્યારેક એટલું નુક્સાન કરે છે જેના વિશે વિચારી પણ શકતા નથી. એન્ડ્રોઈડનો ઉપયોગ કરનારા લોકોએ આ પ્રકારની ભૂલ કોઈ દિવસ કરવી જોઈએ કારણ કે તેનાથી જીવનભરની કમાણી લૂંટાઈ શકે છે અને તમે છેતરપિંડીનો શિકાર પણ થઈ શકો છો. જો તમારુ બેંકમાં ખાતુ છે અને જો તમને તમારા ખાતામાં એવો કોઈ નાણાકીય વ્યવહાર જોવા મળે કે જે તમે ન કર્યો હોય અથવા તમારા ખાતામાંથી પૈસા ઉપાડવાનો કોઈ મેસેજ આવે કે જે તમે ઉપાડ્યા નથી, તો આવી સ્થિતિમાં તાત્કાલિક જાણ કરો. સંપૂર્ણ વિગતો સાથે બેંકને જાણ કરો. એપ ડાઉનલોડ કર્યા પછી, તેઓ ઘણા પ્રકારની પરવાનગીઓ માંગે છે, પરંતુ એપને ફક્ત તે જ પરવાનગીઓ આપે છે જે એપ ચલાવવા માટે જરૂરી છે.

કોઈ પણ મેસેજ, ઈમેલ કે ગૂગલ પર કોઈ પણ આવેલી લિંકને ભૂલથી પણ વિચાર્યા વગર ક્લિક ન કરો. એવી જ લિંકને ક્લિક કરો જેમાં સ્પષ્ટ રીતે વેબસાઈટ ડોમેનનો સંકેત મળતો હોય. જો લિંક કે યુઆરએલને લઈને કોઈપણ સંદેહ હોય તો ગુગલ પર જઈને તે કંપનીની વેબસાઈટ પર જઈને તેને તપાસો.

આ ઉપરાંત મોબાઈલમાં ડાઉનલોડ થતી દરેક એપ હંમેશા આધિકારીક એપ સ્ટોરથી જ ડાઉનલોડ કરો. તેના કારણે 90 ટકા ખતરનાક એપ ડાઉનલોડ કરવાની શક્યતા ઘટી જાય છે. ઈન્સ્ટોલ કે પછી કોઈ પણ APK ફાઈલ્સને ઈન્સ્ટોલ કરવા માટે સેટિંગ્સમાં આપવામાં આવેલા Untrusted Sources વાળા વિકલ્પને અનેબલ ન કરો. તેના કારણે હેક થવાનો ખતરો રહે છે.

ઉલ્લેખીય છે કે ટેકનોલોજીએ માણસના જીવનને વધારે સરળ બનાવ્યુ છે. તેના કારણે આપણી સુવિધામાં પણ વધારો થયો છે પણ તેની સાથે સાથે કેટલીક સાવધાની રાખવી પણ એટલી જરુરી છે. કેટલાક હેકર્સ અવનવી રીતોથી ટેકનોલોજીની ખામીઓની મદદ લઈને લોકોને લૂંટી રહ્યા છે. સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી Cert In એ હાલમાં જ Android યુઝર્સને SOVA Android ટ્રોજનને લઈને એક ચેતવણી આપી છે.