Site icon Revoi.in

બોટાદ જિલ્લાના ગઢડાના અનીડા ગામે સિંહને છંછેડવાનું ભારે પડ્યું, હુમલો કરતા એકને ઈજા

Social Share

બોટાદ : સિહની વસતીમાં વધારો થતાં હવે ગીરનો જંગલ વિસ્તાર છોડીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ સિંહોએ વસવાટ શરૂ કર્યો છે. અને હવે છેક બોટાદ જિલ્લામાં પણ સિંહ જોવા મળે છે. સિંહ એ એવું પ્રાણી છે કે, તેને પરેશાન કરવામાં ન આવે તો કોઈને નુકશાન કરતો નથી પણ ખલેલ ક્યારેય સહન કરતો નથી. બોટાદના ગઢડા તાલુકાના અનીડા ગામની સીમમાં સિંહ આવી જતાં કેટલાક લોકોએ સિંહને સિંહને જોઈને બુમ બરાડા પાડીને  તેને પરેશાન કર્યો હતો, આ ઘટના બાદ સિંહે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. સિંહથી ધવાયેલી વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અનીડા ગામે સીમ વિસ્તારમાં સિંહના હુમલાની ઘટના બની છે, જેને લઇ વન વિભાગના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અહીં સિંહનુ લોકેશન હોવાનુ વન વિભાગના અધિકારીએ પુષ્ટિ કરી છે અને ડોક્ટરની ટીમ બોલાવેલી છે. માનવભક્ષી સિંહને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે તેવું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી બોટાદ જિલ્લામાં પણ સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા, મહુવા, તળાજા અને ગારીયાધાર વિસ્તારમાં વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહનો વસવાટ છે. જોકે હવે સિંહે તેનો વિસ્તાર વધાર્યો હોય તેમ થોડા દિવસોથી બોટાદ જિલ્લાના ગઢડા આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ સિંહના સગડ મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા ગઢડા નજીકનો સિંહનો વીડિયો વાયરલ થયો હતો. જોકે આજે સિંહે એક વ્યક્તિ પર હુમલો કર્યા હોવાનો બનાવ બન્યો હતો. આમ તો સામાન્ય સંજોગમાં સિંહ માનવ જાત પર હુમલો કરતા નથી. પરંતુ તેની પજવણી કે ખાસ સંજોગમાં સિંહ માણસ પર હુમલો કરતા હોય છે. ઢસા નજીકના અનીડા ગામની સીમ વિસ્તારમાં સિંહને જોઈને કેટલાક લોકોએ બૂમરાણા પાડી સિંહની પજવણી કરી હતી, જે અંગેનો વીડિયો પણ વારયલ થયો હતો. જ્યારે આજ વિસ્તારમાં સિંહે એક વ્યક્તિ પર હુમલો કરતા તેને ઇજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમજ ઘટનાના પગલે બોટાદ અને ભાવનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સિંહની શોધખોળ આદરી છે. સિંહનું લોકેશન અહીં હોવાનુ વન વિભાગના અધિકારીએ પુષ્ટિ કરી છે અને ડોક્ટરની ટીમ બોલાવેલી છે. જેના બાદ રેસક્યૂ ઓપરેશન શરૂ થશે. (file photo)