Site icon Revoi.in

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ

Social Share

ચેન્નાઈ : મિસાઇલ મેનના નામથી મશહૂર રહેલા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું આજના દિવસે જ નિધન થયું હતું. દેશની સેવાના મિશનમાં રોકાયેલા કલામનું 27 જુલાઈ 2015 ના રોજ મેઘાલયના શિલોંગમાં અવસાન થયું હતું, જ્યારે તે આઈઆઈએમ ખાતે પ્રવચન આપી રહ્યા હતા. શિલોંગમાં જયારે વિદ્યાર્થીઓ વચ્ચે સ્ટેજ પરથી ભાષણ આપવા માટે પહોંચ્યા ત્યારે કોઈએ પણ અનુમાન નહીં કર્યું હોય કે આ તેનું છેલ્લું સંબોધન હશે.

સંબોધન દરમિયાન તેમણે માત્ર માનવતા વિશે ચિંતા વ્યક્ત કરી જ પરંતુ પૃથ્વી પર ફેલાતા પ્રદૂષણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. પૂર્વ રાષ્ટ્રપતિ કલામ પરમાણુ વૈજ્ઞાનિક, પ્રખ્યાત લેખક, કવિ અને શિક્ષણવિદ્ હતા. 27 જુલાઈ 2015 ના રોજ 83 વર્ષની વયે તેમના મૃત્યુ સુધી દેશની સેવા કરી હતી. તેમની પુણ્યતિથિ નિમિતે જાણીએ તેમનાથી સંબંધિત કેટલાક રસપ્રદ તથ્યો

  1. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના રોજ તમિલનાડુના રામેશ્વરમાં થયો હતો. તે માછીમારોના કુટુંબમાં જન્મ્યા હતા.
  2. એપીજે અબ્દુલ કલામ 1992 થી 1999 સુધી રક્ષામંત્રીના સંરક્ષણ સલાહકાર પણ રહી ચૂક્યા છે.
  3. એપીજે અબ્દુલ કલામના “હિન્દી ગુરુ” મુલાયમસિંહ યાદવ હતા. તેમને જે કંઈપણ હિન્દીની જાણ હતી તે મુલાયમસિંહ યાદવે શીખવ્યું હતું.
  4. ભારત-અમેરિકા પરમાણુ કરારને લઈને સમાજવાદી પાર્ટીનું હૃદય પરિવર્તન થયું, તેના પાછળ પણ એપીજે અબ્દુલ કલામ અને મુલાયમની મિત્રતા હતી. એપીજે અબ્દુલ કલામે મુલાયમ સિંહને સમજાવ્યા હતા કે આ અથવા ડીલ ભારતના હિતમાં છે.
  5. એપીજે અબ્દુલ કલામે તેમના સમગ્ર વ્યાવસાયિક જીવનમાં ફક્ત 2 રજા લીધી હતી. એક તેના પિતાના મૃત્યુ સમયે અને બીજા તેના માતાના મૃત્યુ સમયે.
    એપીજે અબ્દુલ કલામ ધર્મથી મુસ્લિમ હતા, પરંતુ દિલથી તેઓ કોઈ પણ ધર્મને માનતા નહતા. તે કુરાન અને ભગવદ્ ગીતા બંને વાંચતા હતા.
  6. 27 જુલાઇ 2015 ના રોજ આઈઆઈએમ શિલોંગ ખાતેના એક કાર્યક્રમમાં અચાનક કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું અવસાન થયું હતું. તેના એક સાથીએ કહ્યું કે તેના અંતિમ શબ્દો ‘ફની ગાઇઝ, આર યૂ ડુઈંગ વેલ ?’
  7. એપીજે અબ્દુલ કલામ દેશના ત્રીજા રાષ્ટ્રપતિ હતા જેમને રાષ્ટ્રપતિ પદ મળતા પહેલા જ ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. એપીજે અબ્દુલ કલામને વર્ષ 1997 માં ભારત રત્ન મળ્યો હતો. વર્ષ 2002 માં તેઓ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા.તેના પહેલા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડો.ઝાકીર હુસેનને રાષ્ટ્રપતિ પદ પર આવતા પહેલા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  8. તેઓ ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ હતા, જેઓ કુંવારા તેમજ શાકાહારી હતા