Site icon Revoi.in

વર્ષ 2019થી બંધ પડેલી Jet Airways ને મોટો ફટકો, સીઈઓ સંજીવ કપૂરે આપ્યું રાજીનામુ

Social Share

દિલ્હી- જેટ એરવેઝ કે જેણે વર્ષ 2019થી ઉડાન જ ભરી નથી, બંધ પડેલી એરવેસને હવે વધુ એક ફટકો પડ્યો છે જાણકારી પ્રમાણે જેટ એરવેઝના સીઈઓ સંજીવ કપૂરે બંધ થઈ ગયેલી એરલાઈનમાંથી રાજીનામું આપી દીધું છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા  વર્ષે એપ્રિલમાં એરલાઈનમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર  તરીકે તેઓ જોડાયા હતા. માહિતી અનુસાર  શુક્રવારે સંજીવ કપૂરે એરલાઈનમાં છેલ્લા દિવસે કામ કર્યું હતું. હાલમાં સંજીવ કપૂરનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.જો કે તેમણે રાજીનામિુ આપ્યું છે.

જેટ એરવેઝની જો વાત કરીએ તો તે  એપ્રિલ 2019 માં ઉડાન બંધ કરી દીધી હતી અને પછીથી તેને નાદાર જાહેર કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કંપની ફરીથી ફ્લાઈટ્સ શરૂ કરવામાં વ્યસ્ત હતી.વર્ષ 2022 માં, સંજીવ કપૂર જેટ એરવેઝ સાથે સીઈઓ તરીકે એ જ મહિનામાં જોડાયેલા હતા. તે જ સમયે, તે 1 મેથી કંપની છોડી પણ રહ્યા છે.

જોઅનેક રિપોર્ટસ્ની વાત માનીએ તો જાલાન-કાલરોક ગ્રુપ  એ રાજીનામાની પુષ્ટિ કરી અને શુક્રવારે કહ્યું કે સંજીવ કપૂરે નોટિસનો સમયગાળો પૂર્ણ કરી લીધો છે. વાતજાણે એમ છે કે જેટ એરવેઝે વર્ષ 2019 માં કંપની પર ઘણું દેવું હોવાથી ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી. આ પછી કંપનીને નાદાર જાહેર કરવામાં આવી હતી. બાદમાં JKCએ આની જવાબદારી લીધી હતી જો કે તે પણ સફળ થયું ન હતું.

આ બાબતે હવે JKCનું કહેવું છે કે તે દેવામાંથી બહાર કાઢવા અને ફરીથી ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીનું કહેવું છે કે સંજીવ કપૂરના રાજીનામા બાદ સીઈઓની જવાબદારી માટે યોગ્ય વ્યક્તિને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.