Site icon Revoi.in

ચીનને વધુ એક ઝટકો હવે વિદેશની કંપનીઓ માટે ભારત બની રહ્યું છે આકર્ષણ – Appleનું મનપસંદ ઉત્પાદન કેન્દ્ર પણ ભારત

Social Share

દિલ્હીઃ- કેન્દ્રમાં જ્યારથી પીએમ મોદીની સરકાર બની છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો સુધરતા જોવા મળા રહ્યા છે. આ જ શ્રેણીમાં અનેક ઉત્દાન કરતી મોટી કંપનીઓ પણ ભારતક પર વિશઅવાસ કરી રહી છે અને ભારત પણ આ કંપનીઓને પોતાના દેશમાં આમંત્રીત કરી રહી છે જેમાંથી એક મોબાઈલ કંપની એપલનો પણ સમાવેશ થાય છે જે ભારતને પસંદ કરે છે.

બીજી તરફ ચીન હવે આ બબાતે નબળુ પડી રહ્યું છે ચીનના જે વૈશ્વિક વ્યવહારો છે તે તેના પર વિપરીત એસર કરી રહ્યા છે.ચીનમાં ભૌગોલિક રાજનૈતિક અને આરોગ્ય પડકારો હવે તેમના માટે જબરજસ્ત પડકાર રુપ બની રહ્યા છે. ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોન આ વર્ષના બીજા ક્વાર્ટરમાં 16 ટકા વધીને 44 મિલિયન યુનિટ્સ પર પહોંચી ગયા છે.

વિશ્વ બેંકના આંડકા પ્રમાણે જો જોવા જઈએ તો વપર્ષ 2020થી ચીનમાં કામદારોની સંખ્યા સતત ઘટી રહી છે. કેટલાક શિક્ષણ અને તાલીમ સાથે કુશળ કામદારોનો પૂલ ચીનનો આધાર રહ્યો છે. ભારતની વિશાળ વસ્તી તેને વિદેશી કંપનીઓ માટે આકર્ષક  માર્કેટ બનાવે છે.

જાણકારી અનુસાર એપલની સપ્લાયર કંપનીઓ ભારત અને વિયેતનામને તેમના પસંદગીના ઉત્પાદન કેન્દ્રો બનાવી રહી છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર, મોટા ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો સ્થાનિક પ્રોત્સાહક નીતિઓનો લાભ લઈને વૈશ્વિક સ્તરે તેમની ક્ષમતામાં વિવિધતા લાવવા માટે ઝડપથી આગળ વધી રહ્યા છે. અહીંની મોટી ઈલેક્ટ્રોનિક કંપનીઓ તે દેશોમાં તેમના કેન્દ્રો બનાવી રહી છે જ્યાં તેમને પ્રોત્સાહન મળી રહ્યું છે.ફોક્સકોન તેની ઉત્પાદન ક્ષમતાના 30 ટકા બ્રાઝિલ અને અન્ય એશિયન દેશોમાં ખસેડવા માંગે છે. ફોક્સકોન અને તાઈવાની એસેમ્બલર પેગાટ્રોન કોર્પ જેવી કંપનીઓ એસેમ્બલી અને પેકેજિંગ માટે ચીનની બહાર વિસ્તરણ કરી રહી છે. ફોક્સકોન અને પેગાટ્રોનની આગેવાની હેઠળની કંપનીઓ ભારતમાં ફેક્ટરીઓ, ઉત્પાદન લાઇન, અદ્યતન ઉત્પાદન પ્રક્રિયાઓ અને કર્મચારીઓની તાલીમમાં રોકાણ કરી ચૂકી છે.