Site icon Revoi.in

જનતાને લાગશે મોંઘવારીનો વધુ એક ફટકો:મોબાઈલ કંપનીઓ રિચાર્જ પેકની કિંમતોમાં ફરી એકવાર વધારો કરવાની તૈયારીમાં

Social Share

દિલ્હી:તમારા મોબાઈલ રિચાર્જ પેકની કિંમત ફરી વધવા જઈ રહી છે.થોડા મહિના પહેલા પણ આવું જ બન્યું હતું. મોબાઈલ કંપનીઓએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. પેકની કિંમતમાં વધારાને કારણે તમારું ડેટ પેક અને વોઈસ પેક મોંઘા થઈ જશે.પહેલેથી જ વધી રહેલી મોંઘવારીમાં આ વધુ એક ફટકો હશે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,મોબાઈલ કંપનીઓ એવા ગ્રાહકોના સિમ પર ધ્યાન આપી રહી છે જે એક્ટિવ નથી.જેમણે સિમ લીધું છે, પરંતુ તેને ઓછું રિચાર્જ કરે છે અને ઓછો ઉપયોગ કરે છે.જે સિમ એક્ટિવ નથી તેને બંધ કરવામાં આવશે.તેનાથી ગ્રાહકોની સંખ્યા ઘટશે, તેથી રિચાર્જ પેક મોંઘા કરીને તેની ભરપાઈ કરવામાં આવશે.

મોબાઈલ કંપનીઓનું કહેવું છે કે ‘એવરેજ રેવન્યુ પર યુઝર’ એટલે કે ARPU સુધારવા માટે રિચાર્જ પેકને મોંઘા કરવા મજબૂરી છે. આ માટે કંપનીઓ સસ્તા રિચાર્જર અથવા નિષ્ક્રિય ગ્રાહકોને બાકાત રાખશે.

અગાઉ, ડિસેમ્બર 2021 માં ટેરિફ દરોમાં વધારો કરવામાં આવ્યો હતો. આ દર વધારા પછી મોટાભાગના ગ્રાહકો કે જેમની પાસે એકથી વધુ સિમ કાર્ડ હતા તે સિમ બંધ કરાવી દીધા.જે રિચાર્જ વગર ચાલતા હતા.આવા ગ્રાહકોને બાકાત રાખવાને કારણે રિલાયન્સ જિયોને સૌથી વધુ ફાયદો થયો કારણ કે સક્રિય વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થયો છે.