Site icon Revoi.in

વડોદરા ડિવિઝન પર આતંકવાદ વિરોધી દિવસનું આયોજન કરાયું

Social Share

અમદાવાદ:પશ્ચિમ રેલવેના પ્રતાપનગર, વડોદરા ડિવિઝન ખાતે ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ પરિસરમાં આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે ડીઆરએમ અમિત ગુપ્તાએ ઉપસ્થિત અધિકારીઓ અને રેલવે કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા અને દેશની અહિંસા અને સહિષ્ણુતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ રાખવા તથા આતંકવાદ અને હિંસાના તમામ સ્વરૂપોનો સખત વિરોધ કરવા પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમ દરમિયાન શ્રી ગુપ્તાએ માનવજાતનાં તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સંવાદિતા અને સમજણ જાળવવા તથા માનવ જીવનનાં મૂલ્યોને જોખમમાં મૂકે તેવી વિક્ષેપકારક શક્તિઓ સામે લડવાનું વચન પણ આપ્યું હતું. આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી શિવચરણ બૈરવા, સિનિયર ડિવિઝનલ પર્સોનલ ઓફિસર શ્રી આર. કે. ઉપાધ્યાય તથા વરિષ્ઠ અધિકારીઓ તથા રેલવે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.