Site icon Revoi.in

TRPમાં ફરી ‘અનુપમા’ સિરિયલ નંબર વન પર – ગુજરાતી છટા સાથે અનુપમા ઉર્ફે રુપાલી ગાંગુલી દર્શકોની પ્રિય

Social Share

મુંબઈ – અનેક સિરિયલો કે જે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવી લે છે, ખાસ કરીને મહિલા ને પ્રાધાન્ય આપતી સિરિયલ ઘરે ઘરમાં જોવાતી હોય છે તેમાંની એક સિરિયલ છે ‘અનુપમા’ , જેના દર્શકો પેટ ભરીને વખાણ કરી રહ્યા છે. ત્યારે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઈન્ડિયાના 12 મા અઠવાડિયાની ટીઆરપી રેટિંગ જારી કરવામાં આવી ચૂક્યું છે.

લાસ્ટ ટીઆરપી રેન્કિંગમાં અનુપમાએ બાજી મારી હતી ગઈ છે. સ્ટાર પ્લસનો કાર્યક્રમ અનુપમા સતત રેન્કિંગ મામલે જીત મેળવી રહ્યો છે. શોની ઈમેજે દર્શકોના દીલ જીત્યા છે,ઉલ્લેખનીય છે કે, આ સીરીયલની કહાનિ આ અઠવાડિયે દર્શકોને કંઈક વધારે જ પસંદ આવી રહી છે, ફરી એક વખત આ ટીઆરપીની યાદીમાં અનુપમા નંબર વન પર જોવા મળે છે.

આ રિયલમાં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન પ્રેક્ષકોને ખુશ કરી રહ્યા છે. તો તે જ સમયે, ‘અનુપમા’ ના પાત્રમાં રૂપાલી ગાંગુલીની પણ ગુજરાતી લૂક અને ગુજરાતી છટામાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.સિરિયલના ડાયલોગ્સ પંચ ખૂબજ આકર્ષિત કરી રહ્યા છે, એક સ્ત્રીના ઘરસંસારને લઈને બનેલી આ સિરિયલ દરેક ઘરમાં જોવાઈ રહી છે.

સ્ટાર પ્લસનો શો ગૂમ હૈ કિસી કી પ્યાર મેં’. ટીઆરપીની યાદીમાં પાંચમા ક્રમે જોવા મળ્યો છે, ‘ તો કંડલી ભાગ્ય. સિરિયલ ચોથા સ્થાન પર જોવા મળે છે,ત્યારે ત્રીજા સ્થાન પર પણ સ્ટાર પ્લસનો શો ઈમલીએ દગા બનાવી છે.ત્યારે આ જ લીસ્ટમા બીજી સ્થાન પર સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહેલાતાએ બાજી મારી છે, આમ આ વખતની ટીઆરપી લીસ્ટમાં સ્ટાર પ્લસના 4 શો બાજી મારી છે.

સાહિન-