Site icon Revoi.in

લેન્ડલાઇન ફોન પરથી મોબાઇલ નંબર ડાયલ કરતી વખતે આજથી શૂન્ય લગાવવો  ફરજિયાત

Social Share

દિલ્હીઃ-જો તમે લેન્ડલાઇન ફોનપરથી મોબાઇલ પર કોલ કરવા માંગતા હો, તો શુક્રવાર એટલે કે આજથી તમારે શૂન્ય એટલે કે 0 નું બટન દબાવવું પડશે. જો કે, લેન્ડલાઇનથી લેન્ડલાઇન પર અથવા મોબાઇલથી મોબાઇલ પર કોલ કરવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

ટેલિકોમ કંપનીઓએ નવેમ્બર મહિનામાં ટેલિકોમ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશની યાદ અપાવે છે, બીએસએનએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પુરવાર એ જણાવ્યું હતું કે સૂચનોનું પાલન કરવા માટે જરૂરી ગ્રાહક જાગૃતતા કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે.

એરટેલે તેના ગ્રાહકોને મોકલેલા સંદેશમાં જણાવ્યું છે કે, 15 જાન્યુઆરીથી અમલમાં મુકાયેલા ડોટની સૂચના મુજબ, લેન્ડલાઇનથી મોબાઈલમાં કોલ કરતી વખતે નંબર પહેલાં 0 ડાયલ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. રિલાયન્સ જિઓએ પણ તેના ગ્રાહકોને સમાન સંદેશ મોકલ્યો છે.

નવેમ્બરમાં, સંચાર મંત્રાલયે લેન્ડલાઇનથી મોબાઇલ ફોન પર કરવા માટે 0 ડાયલ કરવાનું ફરજિયાત બનાવવાની માહિતી આપી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ પગલું ભવિષ્યના ઉપયોગ માટે પૂરતી સંખ્યા છોડી દેશે. મંત્રાલયે કહ્યું હતું કે તે આશરે 253 કરોડની સિરીઝ આપવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે,ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એ 29 મે 2020 ના રોજ આવા કોલ માટેના નંબર પહેલાં ‘શૂન્ય’ (0) ની ભલામણ કરી હતી. આનાથી ટેલિકોમ કંપનીઓને વધુ સંખ્યા બનાવવાની સુવિધા પ્રાપ્ત થશે

સાહિન-